Jio યૂઝર્સ માટે મોટો ધમાકો, 5 નવા પ્રીપેડ પ્લાન લોન્ચ થયા, જાણો તમને શું થશે ફાયદો
રિલાયન્સ જિયોએ બેઝિક Disney+Hotstar સબસ્ક્રિપ્શન સાથે પોતાના નવા પ્રીપેડ પ્લાન્સ ભારતમાં લોન્ચ કર્યા છે.
Jio New Prepaid Plans: રિલાયન્સ જિયોએ બેઝિક Disney+Hotstar સબસ્ક્રિપ્શન સાથે પોતાના નવા પ્રીપેડ પ્લાન્સ ભારતમાં લોન્ચ કર્યા છે. આ પ્લાન્સ આજથી એટલે કે 1 સપ્ટેમ્બરથી ગ્રાહકો માટે ઉપલબ્ધ કરી દેવાયા છે. જિયોના હાલના ગ્રાહકો જે જૂના Disney+Hotstar પ્લાન્સમાં છે તેમને પ્લાન એક્સપાયર થાય ત્યાં સુધી જૂના બેનિફિટ્સ મળતા રહેશે.
આજથી વેલિડ થયા નવા પ્લાન્સ
નવા પ્લાન બુધવાર એટલે કે 1 સપ્ટેમ્બરથી વેલિડ થઈ ગયા છે. Disney+ Hotstar સાથે આવનારા પ્લાન્સમાં કોઈ પ્રતિબંધ નહીં હોય અને લોકો વીડિયો સ્ટ્રિમિંગ પ્લેટફોર્મનું પૂરેપૂરું કન્ટેન્ટ જોઈ શકશે. જેમાં ડિઝની પ્લસ ઓરિજિનલ, ડિઝનીના ટીવી શો, માર્વલ, સ્ટારવોર્સ, નેશનલ જિયોગ્રાફિક, એચબીઓ, એફએક્સ, શોટાઈમની સાથે સાથે હિન્દી ફિલ્મો, ટીવી શો અને બીજુ ઘણું તથા અંગ્રેજી ભાષામાં આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટ પણ સામેલ છે.
રિલાયન્સ જિયોના નવા પ્રીપેડ પ્લાન જે યૂઝર્સને મોબાઈલ પર ડિઝની પ્લસ હોટસ્ટારની સેવા આપશે તે આ પ્રકારે છે.
499 રૂપિયાવાળો પ્લાન: 28 દિવસની વેલિડિટી (1 મહિનો), પ્રતિ દિન 3 જીબી ડેટા, મફત અનલિમિટેડ વોઈસ કોલ અને રોજ એસએમએસ
666 રૂપિયા- 56 દિવસની વેલિડિટી (2 મહિના), પ્રતિ દિન 2 જીબી ડેટા, મફત અનલિમિટેડ વોઈસ કોલ અને રોજ એસએમએસ
888 રૂપિયા- 84 દિવસની વેલિડિટી (3 મહિના), પ્રતિ દિન 2જીબી ડેટા, મફત અનલિમિટેડ વોઈસ કોલ અને રોજ 100 એસએમએસ.
2599 રૂપિયા- 365 દિવસની વેલિડિટી (એક વર્ષ), પ્રતિ દિન 2 હીજી ડેટા, મફત અનલિમિટેડ વોઈસ કોલ અને રોજ 200 એસએમએસ
549 રૂપિયા (ડેટા એડ ઓન પ્લાન)- 56 દિવસની વેલિડિટી (2 મહિના), પ્રતિ દિન 1.5 જીબી ડેટા
Reliance પોતાનો અત્યાર સુધીનો સૌથી સસ્તો ફોન આ તારીખે કરશે લોન્ચ, કમાલના હશે ફીચર્સ
જિયો આ બધા પ્લાન સાથે Disney+ Hotstar નું એક વર્ષનું સબસ્ક્રિપ્શન ફ્રી આપી રહ્યું છે. અત્રે જણાવવાનું કે Disney+ Hotstar એ આજથી જ પોતાના પ્લાન મોંઘા કર્યા છે. જો તમે પ્લાન લેવા માંગતા હોવ તો તેની શરૂઆત 499 રૂપિયાથી થશે. જો તમે Disney+ Hotstar નું સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોવ અને જિયો યૂઝર હોવ તો આ પ્લાન તમારા કામના બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube