નવી દિલ્હી: નવું વર્ષ શરૂ થનાર છે. વર્ષ 2023ને સેલિબ્રેટ કરવા માટે Reliance Jio ને 2023 રૂપિયાવાળો Prepaid Plan રજૂ કર્યો છે. આ પ્લાનની સાથે કંપની 9 મહીના માટે દરરોજ 2.5જીબી હાઈ સ્પીડ ડેટા આપે છે. તેના સિવાય જીયો પોતાના જૂના પ્લાનની સાથે પણ એડિશનલ બેનિફિટ્સ આપી રહ્યું છે. કંપની યૂઝર્સને 76 જીબીનો વધારાનો ડેટા આપી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Reliance Jio એડિશનલ ડેટા બેનિફિટ્સ પોતાના 2,999 રૂપિયાવાળા Prepaid Planની સાથે આપી રહ્યું છે. વર્ષભરની વેલિડિટીની સાથે આવનાર આ પ્લાનની સાથે યૂઝર્સ 75જીબી એકસ્ટ્રા ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનની સાથે તમને દર મહિને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે. 


જીયો 2999 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાનની સાથે કુલ 912.5 GB ડેટા આપવામાં આવે છે. યૂઝર્સને રોજ 2.5 ડેટા મળે છે. જોકે, આ પ્લાન પુરો થયા પછી પણ તમે અનલિમિટેડ ડેટા 64kbpsની સ્પીડ પર એક્સેસ કરી શકે છે. તેના સિવાય તેમાં યૂઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ડેલી 100 એસએમએસ પણ આપવામાં આવે છે. જેવી રીતે તમને પહેલા જણાવવામાં આવ્યું કે આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 365 દિવસની હોય છે. તેમાં જિયો એપની કંપ્લીમેન્ટ્રી સર્વિસ પણ આપવામાં આવે છે. 


ઓફર
કંપની અત્યારે નવા વર્ષની ઓફરમાં આ પ્રીપેડ પ્લાનની સાથે 75જીબી એકસ્ટ્રા હાઈ સ્પીડ ડેટા પણ આપી રહી છે. તેના સિવાય યૂઝર્સને 23 દિવસની એકસ્ટ્રા વેલિડિટી પણ મળશે. એવામાં જો તમે લોન્ગ ટર્મ પ્લાન લેવા માંગો છો તો કંપનીનો આ પ્લાન અત્યારની ઓફરની સાથે ઘણો શાનદાર છે.


કંપનીનો નવો પ્લાન
Reliance Jio એ નવા વર્ષ પહેલા 2023 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. તેમાં 252 દિવસની વેલિડિટી પણ આપવામાં આવે છે. તેના સિવાય દરરોજ 2.5જીબી ડેટા પણ આપવામાં આવે છે. એટલે કે તમને કુલ લગભગ 630 જીબી ડેટા આપવામાં આવે છે. આ સિવાય અનલિમિટેડ કોલિંગ અને રોડ 100 એમએસએમ પણ આપવામાં આવે છે.