નવી દિલ્હીઃ ફિલ્મ અને ટીવી શો જોવા માટે ઓટીટી પ્લેટફોર્મ્સની માંગ સતત વધી રહી છે. તેવામાં ઘણા પ્રીપેડ પ્લાન્સ છે જેમાં તમને અલગ-અલગ ઓટીટી પ્લેટફોર્મની મેમ્બરશિપ ફ્રીમાં આપવામાં આવે છે. જો તમે પણ રિલાયન્સ જિયોના યૂઝર છો અને તેવામાં કોઈ પ્લાન શોધી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. અહીં તમને એક વર્ષની લાંબી વેલિડિટી અને Disney + Hotstar ની સાથે આવનાર રિલાયન્સ જિયોના પ્લાન વિશે જણાવી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોનો 2999 રૂપિયાનો પ્લાન
આ કંપનીનો એક વર્ષની વેલિડિટીવાળો પોપ્યુલર પ્રીપેડ પ્લાન છે. તેમાં તમને 365 દિવસ માટે દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવે છે. આ રીતે તમને કુલ 912.5 જીબી ડેટા મળે છે. તેમાં અનલિમિટેડ વોયસ કોલિંગ અને દરરોજ 100 મેસેજ મોકલવાની સુવિધા મળે છે. ખાસ વાત છે કે તમને પ્લાનમાં 1 વર્ષ માટે ડિઝ્ની પ્લસ હોટસ્ટારની મેમ્બરશિપ આપવામાં આવે ચે, આ સિવાય જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


આ પણ વાંચોઃ TATA મોટર્સ લાવી રહી છે શાનદાર લુક્સથી સજ્જ કોન્સેપ્ટ ઈલેક્ટ્રિક કાર, મળશે 500 કિમીની ડ્રાઈવિંગ રેન્જ


જિયોનો 4199 રૂપિયાનો પ્લાન
બીજો પ્લાન પણ 1 વર્ષની વેલિડિટી સાથે આવે છે પરંતુ તમે તમને વધુ ડેટા મળે છે. પ્લાનમાં 365 દિવસ માટે દરરોજ 3 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ આપવામાં આવે ચે. તમને પ્લાનમાં 1 વર્ષ માટે ડિઝ્ની પ્લસ હોટસ્ટારની ફ્રી મેમ્બરશિપ આપવામાં આવે છે, આ સિવાય જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


જિયોનો આ પ્લાન પણ ખાસ
જો તમે થોડો સસ્તો પ્લાન ઈચ્છો છો તો 1066 રૂપિયાનો જિયો પ્લાન પણ સારો વિકલ્પ છે. તેમાં તમને વેલિડિટીતો માત્ર 28 દિવસની મળે છે પરંતુ દરરોજ 2જીબી ડેટા અને 5 જીબી વધારાનો ડેટા આપવામાં આવે છે. બાકી પ્લાનની જેમ તેમાં પણ અનલિમિટેડ વોયસ કોલિંગ અને 100 એસએમએસની સાથે ડિઝ્ની+હોટસ્ટારનું એક વર્ષનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ સિવાય તમે જિયો એપ્સનો પણ ઉપયોગ કરી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube