રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી ફક્ત ભારત જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતની પ્રમુખ કંપનીઓમાંથી એક છે જે દેશના ખુણે ખુણે પોતાની સેવાઓ પહોંચાડે છે. રિલાયન્સ જિયો  ભારતની સૌથી મોટી પ્રાઈવેટ ટેલિકોમ કંપની છે. જેની દેખરેખ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી કરે છે. છેલ્લા સાત આઠ વર્ષથી રિલાયન્સ જિયોએ અનેક ઉપલબ્ધિઓ મેળવી છે પરંતુ  ટેરિફ વધાર્યા બાદ હવે ગ્રાહકો સાથ છોડી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિલાયન્સ જિયો બાદ અન્ય પ્રાઈવેટ કંપનીઓ જેમ કે એરટેલ અને વોડાફોન આઈડિયાએ પણ પોતાના ટેરિફ વધાર્યા હતા. પરંતુ સરકારી સ્વામિત્વવાળી BSNL એ ભાવ વધાર્યા નહીં અને નવા ગ્રાહકોને આકર્ષવા માટે નવી ઓફર લોન્ચ કરી. આ કારણે ગ્રાહકો BSNL તરફ આકર્ષિત થવા લાગ્યા. હવે રિલાયન્સ જિયોએ બે ઓછા ભાવવાળા પ્રીપેઈડ પ્લાન લોન્ચ કર્યા છે. 


જિયો 173 રૂપિયાવાળો રિચાર્જ પ્લાન!
જિયોનો એક મહિનાનો પ્લાન 173 રૂપિયામાં ઉપલબ્ધ છે. બીજી પ્રાઈવેટ કંપનીઓ એક મહિનાની માન્યતાવાળો પ્લાન ઓછામાં ઓછા 180 થી 200 રૂપિયામાં આપે છે. રિલાયન્સ જિયોનો 336 દિવસોવાળો પ્લાન એક્ટિવ કરાવશો તો તમને દર મહિને 173 રૂપિયાનો ખર્ચો આવશે. ગ્રાહકો 1899 રૂપિયાનું રિચાર્જ કરાવીને 336 દિવસનો પ્લાન એક્ટિવેટ કરાવી શકે છે. 


336 દિવસોની માન્યતાવાળા આ પ્લાનમાં ગ્રાહકોને 24જીબી હાઈ સ્પીડ ડેટા કોઈ પણ ડેઈલી લિમિટ વગર મળશે. કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ થઈ શકે છે. આ સાથે જ 3600 એસએમએસ મફત મળશે. 


જિયો 189 રૂપિયાનો રિચાર્જ પ્લાન
જિયોનો વધુ એક પ્રીપેઈડ પ્લાન 189 રૂપિયાનો છે. આ પ્લાનમાં 2જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 300 એસએમએસ ફ્રી મળે છે. આ સિવાય ગ્રાહકોને જિયો ક્લાઉડ, જિયો ટીવી અને જિયો સિનેમા એપ્સનું મફત એક્સેસ પણ મળશે. 


જિયો ફોન યૂઝર્સ માટે 23 દિવસની માન્યતાવાળો 125 રૂપિયાનો પ્લાન છે. આ પ્લાનમાં રોજ 0.5જીબી ડેટા, અનલિમિટેડ કોલ અને 300 મફત એસએમએસ મળશે.