Jio New Recharge Plan: માત્ર 234 રૂપિયામાં 56 દિવસ સુધી Unlimited Calling અને ડેટા
રિલાયન્સ જિયોએ ભારતમાં નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યાં છે. તેમાં 1234 રૂપિયામાં 168GB ડેટા, 500MB દરરોજ, અનલિમિટેડ કોલિંગ, 300 SMS, 336 દિવસની વેલિડિટી, JioSaavn અને JioCinema નું સબ્સક્રિપ્શન.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ એક નવો પ્રીપેડ પ્લાન ભારતમાં લોન્ચ કર્યો છે. આ એક અફોર્ટેબલ રિચાર્જ પ્લાન છે, જે જિયોભારત 4G ફીચર ફોન માટે રજૂ કરવામાં આવ્યો છે. જિયોનો નવો પ્લાન 234 રૂપિયામાં આવે છે. જિયોભારતના 234 રૂપિયાવાળા પ્લાનમાં કુલ 28GB ડેટા ઓફર કરવામાં આવે છે. એટલે કે દરરોજ 500MB ડેટા આપવામાં આવશે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ સિવાય 28 દિવસ માટે 300 એસએમએસ પણ મળે છે. આ રિચાર્જ પ્લાન 56 દિવસની વેલિડિટી સાથે આવે છે.
મળશે એક્સ્ટ્રા બેનિફિટ્સ
એટલું જ નહીં આ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને કોમ્પ્લીમેન્ટ્રી તરીકે JioSaavn અને JioCinema નું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. જિયોભારતના 234 રૂપિયાવાળા પ્લાનને મિડ-બજેટ પ્લાન કહેવામાં આવી રહ્યો છે, કારણ કે આ પહેલા જિયોભારત ફીચર ફોન માટે બે રિચાર્જ પ્લાન 123 અને 1234 રૂપિયામાં રજૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ OnePlus લાવ્યું 30 હજારથી સસ્તો સ્માર્ટફોન, હચમચી ગઈ મોબાઈલ કંપનીઓ
123 રૂપિયાવાળો પ્લાન
JioBharat નો 123 રૂપિયાવાળો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કુલ 14જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. આ સાથે ડેલી 500MB ડેટાની સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 28 દિવસ માટે એસએમએસની સુવિધા મળે છે. સાથે કોમ્પ્લીમેન્ટ્રી તરીકે જિયો સાવન અને જિયો સિનેમાનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.
1234 રૂપિયાવાળો પ્લાન
JioBharat નો 1234 રૂપિયાવાળો એક વાર્ષિક પ્લાન છે, જે 336 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં દરરોજ 500 એમબી પ્રમાણે કુલ 168GB ડેટા મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને 28 દિવસ માટે એસએમએસની સુવિધા સાથે આવે છે. આ પ્લાનમાં જિયોસાવન અને જિયો સિનેમાનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે.