Jioની શાનદાર સ્કીમ! તમારા લકી નંબર કે બર્થ ડેટને આ રીતે બનાવો મોબાઇલ નંબર
Jio Mobile Number Series: જો તમે ઈચ્છો છો કે તમારો મોબાઈલ નંબર તમારો ફેવરિટ નંબર હોય, તો આ વાતને ધ્યાનમાં રાખીને Jio એક નવી સ્કીમ લઈને આવ્યું છે. આવો જાણીએ આ ધાંસુ સ્કીમ વિશે...
Jio Mobile Number Scheme: મોબાઈલ નેટવર્ક પ્રોવાઈડર Jio દ્વારા એક નવી સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત તમે તમારી પસંદનો નંબર લઈ શકો છો. તમે તમારા લકી નંબર અથવા જન્મ તારીખને તમારો મોબાઈલ નંબર બનાવી શકો છો. Jioની આ નવી સ્કીમ હેઠળ તમે કોઈપણ નંબર પસંદ કરી શકો છો. મોબાઈલ નંબર 10 અંકોનો હોય છે, જેમાંથી તમે છેલ્લા 4 થી 6 નંબર જાતે પસંદ કરી શકો છો. લોકોને આ સ્કીમ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે. તો મનપસંદ મોબાઈલ નંબર મેળવવો હોય તો શું કરવું..
પસંદગીના નંબર માટે કેટલી કિંમત ચૂકવવી પડશે?
Jioની આ સ્કીમનો લાભ લેવા માટે તમારે માત્ર એક જ વાર 499 રૂપિયા ચૂકવવા પડશે. Jioની આ ઑફર પોસ્ટપેડ અને પ્રીપેડ બંને યુઝર્સ માટે છે. કોઈપણ યુઝરે 499 થી વધુ એક રૂપિયો ચૂકવવો પડશે નહીં. આ યોજના હેઠળ યુઝર્સ તેમના મોબાઇલ નંબરની પસંદગીની સિક્વન્સ સિલેક્ટ કરી શકે છે.
ફોલો કરો આ સ્ટેપ્સ
- Jioની આ સ્કીમનો લાભ લેવા માટે, પહેલા https://www.jio.com/selfcare/choice-number/ વેબસાઈટની મુલાકાત લો. પછી સેલ્ફ કેર સેક્શન પર જાઓ. આ સિવાય તમે ફોનમાં MyJio એપ ડાઉનલોડ કરીને પણ આ સ્ટેપ પર પહોંચી શકો છો.
- ત્યારબાદ તમે મોબાઈલ નંબર સિલેક્શન સેક્શનમાં જાઓ.
- ત્યાં તમે તમારો હાલનો નંબર દાખલ કરો. પછી OTT થી તમારો નંબર વેરીફાઈ કરો.
- આ પછી તમને નવો નંબર પસંદ કરવાનો વિકલ્પ મળશે.
- આ વિકલ્પ પર જઈને તમે મોબાઈલ નંબરના છેલ્લા 4 થી 6 અંકો તમારી પસંદગી મુજબ પસંદ કરી શકશો.
- મનપસંદ મોબાઇલ નંબર પસંદ કર્યા પછી, ચુકવણી વિકલ્પ પર જાઓ. અહીં તમારે 499 રૂપિયા ચૂકવવા પડશે.
- પેમેન્ટ કર્યાના લગભગ 24 કલાક પછી નવો મોબાઈલ નંબર એક્ટિવેટ થઈ જશે.
આ પણ વાંચો:
ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી, વરસાદની આ અનિયમિત-અનરાધાર પેટર્ન શું સૂચવે છે?
ટમેટાની ચોરી ન થાય તે માટે વેપારી રાખ્યા બોડી ગાર્ડ, ગ્રાહકોને આપી આવી ચેવતણી
વરસાદની સિઝનમાં લો મકાઈની મજા! જાણી લો મકાઈ ખાવાના મોટા ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube