નવી દિલ્હી: ટેલિકોમ ઇંડસ્ટ્રીમાં ધમાલ મચાવ્યા બાદ રિલાયન્સ જિયો (Reliance Jio) એ જિયો ન્યૂઝ (Jio News)ના રૂપમાં નવી ડિજિટલ પ્રોડક્ટ લોન્ચ કરી છે. જિયો ન્યૂઝ (Jio News) મોબાઇલ એપ્લિકેશનની સાથે વેબ વેસ્ડ સર્વિસ (www.jionews.com) પણ છે. જો તમે પણ આ એપને ડાઉનલોડ કરવા માંગો છો તો ગૂગલ પ્લે (Goolge Play) ઉપરાંત એપલ એપ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

800 મેગેજીનનું કન્ટેટ મળશે 
જિયો ન્યૂઝની કંપનીએ એવા સમયમાં શરૂઆત કરી છે જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી અને આઇપીએલ ચાલી રહી છે. આગામી સમયમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે અને ક્રિકેટ વર્લ્ડકપ યોજાવાનો છે. રિલાયન્સ ઇંડસ્ટ્રીયઝ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસમાં કહેવામાં આવ્યું છે કે તેના પર તમે 12થી વધુ ભારતીય ભાષાઓમાં સમાચાર વાંચી શકો છો. આ 150 લાઇવ ન્યૂઝ ચેનલ, 800 મેગેજીન, 250થી વધુ ન્યૂઝ પેપર અને ઓનલાઇન બ્લોગના માધ્યમથી પોતાના યૂઝર્સને અપડેટ આપશે. 


જરૂરિયાત મુજબ કરી કરી શકશો કસ્ટમાઇઝ
યૂજર્સને જિયો ન્યૂઝ દ્વારા હિંદી, બંગાળી, ગુજરાતી, મરાઠી, પંજાબી, તમિળ, ઉર્દૂ સહિત ઘણી ભાષાઓમાં ન્યૂઝ પુરા પાડવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે જિયો ન્યૂઝ યૂજર્સ પોતાના મુજબથી હોમપેજને કસ્ટમાઇઝ કરી શકે છે. યૂજર્સ રાજનીતિ, ખેલ, મનોરંજન, બિઝનેસ, ટેક્નોલોજી, જીવનશૈલી, ફેશન, કેરિયર, સ્વાસ્થ્ય, જ્યોતિષિ, નાણાકીય અન્ય ક્ષેત્રોમાં પોતાની રૂચિના ક્ષેત્રોને પસંદ કરીને હોમપેજને કસ્ટમાઇઝ કરી શકો છો.