Jio નંબરવાળાને બલ્લે બલ્લે! આવી ગયો એકદમ સસ્તો પ્લાન, 5G પણ ભૂલી જશો, મળશે 1 Gbps સ્પીડ
jio best plan : Jioનો નવો પ્લાન લાવવામાં આવ્યો છે. 1 Gbps સુધી સ્પીડ પણ મળી શકે છે. તમે સરળતાથી ઈન્સ્ટોલ પણ કરાવી શકો છો. એટલે કે આ પ્લાન AirFiber માટે લોન્ચ કરવામાં આવ્યો છે.
jio best plan : Jio તરફથી પ્લાનમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવતો હોય છે. ત્યારે એકવાર ફરી કંપની તરફથી કંઈક એવું જ કરવામાં આવ્યું છે. Jio AirFiber ની નવી સર્વિસ લાવવામાં આવી છે. ફિક્સ વાયરલેસ એક્સેસ સર્વિસને જિયો તરફથી શરૂ કરી દેવામાં આવી છે અને તેની વેલિડિટી પણ 3 મહિનાની મળી રહી છે. આ સર્વિસને એફોર્ડેબલ બનાવવા માટે નાના પીરિયડ માટે લાવવામાં આવી છે. આ પ્લાન તમને બહુ મોટો લાભ કરાવી શકે છે.
લખી રાખજો! આ તારીખે આંધી-વંટોળ સાથે ગુજરાતમાં પહેલો વરસાદ, અંબાલાલે કરી નવી આગાહી
Jio AirFiber ની આ સર્વિસ પહેલા પણ 6 મહીના અને 12 મહીના માટે ઉપલબ્ધ હતી. કંપની તરફથી 3 પ્લાનને તમામ સ્પીડ કેટેગરીમાં લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં 30 Mbpsથી લઈને 1 Gbps સુધીનો પ્લાન ઉપલબ્ધ છે. પરંતુ હવે યૂઝર્સને એક મોટી ખુશખબર આપવામાં આવી છે અને તેમાં 3 મહિનાનો પ્લાન વેલિડિટીની સાથે પણ લોન્ચ કરી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે કંપની તરફથી ઓટીટી બેનિફ્ટ્સ પણ આપવામાં આવી રહ્યા છે.
'ફોટો પડાવવા આયા છો...', હોસ્પિટલ પહોંચેલા રૂપાલા પર મૃતકોના પરિવારજનો ધૂઆંપૂઆં
જિયોના આ પ્લાનનો લાભ ઉઠાવવા માટે તમારે 599 રૂપિયા પ્રતિ મહિનાનો પ્લાન ખરીદવો પડશે. તેમાં 100GB ડેટાની સાથે OTT પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવશે. આ Disney+Hotstar, SonyLIV, Zee5, Jio Cinema, SunNXT, Hoichoi, Discovery+, ALT Balaji, Eros Now, Lionsgate Play, ShemarooMe,DocuBay, EpicON અને ETV Winનું ઓટીટી સબ્સક્રિપ્શન પણ અલગથી આપવામાં આવશે.
જીવ બચાવવા જશો પણ ગુમાવીને આવશો! અગ્નિકાંડ થયો તો કોઈ નહીં બચે, સત્તાધીશો સાથે તંત્ર
આ સિવાય પણ બે અન્ય પ્લાન્સ પણ છે. એક પ્લાન 899 રૂપિયા પ્રતિ મહીનો અને બીજો 1199 પ્રતિ મહિનાનો છે. 899 રૂપિયાવાળા પ્લાનમાં ઓટીટી બેનિફિટ્સની સાથે 30 Mbps સ્પીડવાળો ડેટા પણ મળી રહ્યો છે. જ્યારે 1199 રૂપિયા પ્રતિ મહીના વાળા પ્લાનમાં નેટફ્લિક્સ અને અમેઝોન પ્રાઈમ લાઈટ ઓટીટી બેનિફિટ્સ પણ આપવામાં આવશે. મોંઘા પ્લાનની સાથે તમને નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે. માસિક પ્લાનમાં તેના સિવાય પણ ઘણા બઘા બેનિફિટ્સ મળે છે.
રાજકોટ અગ્નિકાંડના આંસુ હજી સુકાયા નથી ત્યાં ગરીબ દર્દીઓના જીવ સાથે છડે ચોક ચેડાં!
જો તમે આ ખરીદવા માંગો છો તો 1 હજાર રૂપિયા ઈન્સ્ટોલેશન ફી અલગથી આપવી પડશે. એટલે તેમાં 6 મહીના, 3 મહીના અને એક મહીનાનો પ્લાન મળે છે. જો તમે પણ આ પ્લાનને ખરીદવા માંગો છો તો કંપનીની ઓફિશિયલ સાઈટ પર જઈ શકો છો. સાથે મોબાઈલ એપ પર જઈને તેણે ઈન્સ્ટોલ કરાવી શકો છો. આ જિયો યૂઝર્સ માટે ઘણો સારો પ્લાન સાબિત થઈ શકે છે.