નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સને  ઓટીટી બેનિફિટ્સની સાથે બે જબરદસ્ત એનુઅલ પ્લાન ઓફર કરી રહ્યું છે. આ પ્લાનમાં કંપની અનલિમિટેડ 5જી ડેટા પણ ઓફર કરી રહી છે. આ પ્લાન 2999 રૂપિયા અને 3662 રૂપિયાનો છે. એક પ્લાનમાં કંપની દિવાળી ઓફરમાં 23 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી પણ આપી રહી છે. બંને પ્લાનમાં કંપની ઘણા પોપ્યુલર ઓટીટી બેનિફિટ્સ પણ આપી રહી છે. પ્લાનના સબ્સક્રાઇબર દેશભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ પણ કરી શકે છે. આવો ડીટેલમાં જાણીએ રિલાયન્સ જિયોના આ પ્લાન વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોનો 299 રૂપિયાનો પ્લાન
કંપનીનો આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં કંપની દિવાળી ઓફર હેઠળ 23 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી પણ આપી રહી છે. ઈન્ટરનેટ યૂઝ કરવા માટે આ પ્લાનમાં કંપની તમને દરરોજ 2.5 જીબી ડેટા મળશે. એલિઝિબલ યૂઝર્સને પ્લાનમાં અનલિમિટેડ 5જી ડેટા પણ મળશે. આ પ્લાન દરરોજ 100 ફ્રી એસએમએસ અને દેશભરમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો આપે છે. પ્લાનમાં ઓફર થનાર એડિશનલ બેનિફિટ્સમાં જિયો સિનેમા, જિયો ટીવી, જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ સામેલ છે. 


આ પણ વાંચોઃ iPhone 15 ને ટક્કર આપવા મેદાનમાં આવ્યું સેમસંગ, લાવી રહ્યું છે આ તગડો ફોન


જિયોનો 3662 રૂપિયાવાળો પ્લાન
કંપની આ પ્લાનમાં 365 દિવસની વેલિડિટી ઓફર કરી રહી છે. તેમાં યૂઝર્સને દરરોજ 2.5 જીબી ઈન્ટરનેટ મળશે. આ હિસાબથી પ્લાનમાં કુલ 912.5 જીબી ડેટા આપવામાં આવે છે. પ્લાનમાં કંપની એલિઝિબલ યૂઝર્સને અનલિમિટેડ 5જીબી ડેટા ઓફર કરી રહી છે. જિયો યૂઝર્સને આ પ્લાનમાં દરરોજ 100 ફ્રી એસએમએસ અને તમામ નેટવર્ક પર અનલમિટેડ કોલિંગ ઓફર કરી રહી છે. પ્લાનમાં ઘણા એડિશનલ બેનિફિટ્સ પણ આપવામાં આવે છે. તેમાં સોની લિવ, ઝી5 અને જિયો સિનેમા સિવાય જિયો ટીવીનું ફ્રી એક્સેસ આપવામાં આવી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube