Jio ની કરોડો યુઝર્સને નવા વર્ષની ભેટ, મોંઘા રિચાર્જની ચિંતા ખતમ, આ પ્લાનમાં મળશે 20GB એક્સ્ટ્રા ડેટા
Jio એ નવા વર્ષ પર પોતાના યુઝર્સને ભેટ આપી છે. કંપનીએ પોતાના 72 દિવસવાળા સસ્તા પ્લાનમાં 20 જીબી એક્સ્ટ્રા ડેટા આપવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય યુઝર્સને અનલિમિટેડ 5જી ડેટાનો પણ લાભ મળશે.
Jio એ તાજેતરમાં પોતાના કરોડો યુઝર્સ માટે Happy New Year 2025 પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને 200 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાન સિવાય કંપની પોતાના અન્ય પ્લાનમાં યુઝર્સને એક્સ્ટ્રા ડેટા સહિત ઘણી ઓફર આપી રહી છે. નવા વર્ષ પર જિયોએ પોતાના 72 દિવસની વેલિડિટીવાળા સસ્તા પ્લાનની સાથે 20GB એક્સ્ટ્રા ડેટા આપવાનો નિર્ણય કર્યો છે. યુઝર્સને અનલિમિટેડ કોલિંગની સાથે-સાથે અનલિમિટેડ 5જી ડેટાનો લાભ મળશે.
72 દિવસવાળો પ્લાન
જિયોનો આ સસ્તો પ્લાન 749 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં યુઝર્સને કુલ 72 દિવસની વેલિડિટી મળે છે. તેમાં મળનાર બેનિફિટ્સની વાત કરીએ તો યુઝર્સને ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ, ફ્રી નેશનલ રોમિંગ વગેરેનો લાભ મળશે. આ પ્રીપેડ રિચાર્જ પ્લાન 2જીબી ડેલી ડેટા બેનિફિટ્સ અને 100 ફ્રી SMS પ્રતિ દિવસની સાથે આવે છે. આ રીતે યુઝર્સને કુલ 144GB ડેટાનો લાભ મળે છે. નવા વર્ષ પર કંપની યુઝર્સને 20જીબી એક્સ્ટ્રા ફ્રી ડેટા આપી રહી છે. આ રીતે કુલ 164GB ડેટાનો લાભ મળશે. આ સિવાય 5G સ્માર્ટફોન યુઝર્સને અનલિમિટેડ 5G ડેટાનો લાભ મળશે. સાથે JioCinema, JioTV, JioCloud એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.
આ પણ વાંચોઃ ચોરો માટે છે સૌથી મોટો ખતરો! પૈસાની સાથે ઘરની સુરક્ષા વધારે છે આ લાઈટ, જાણો ફાયદા
2025 રૂપિયાવાળો પ્લાન
નવા વર્ષ પર જિયોએ 200 દિવસની વેલિડિટીવાળો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 2025 રૂપિયા છે અને તેમાં મળનાર બેનિફિટ્સની વાત કરીએ તો અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 ફ્રી એસએમએસ અને 2.5GB ડેટા પ્રતિદિન મળશે. તેમાં યુઝર્સને 2,150 રૂપિયા સુધીના વાઉચર્સ મળશે, જેનો ઉપયોગ તમે શોપિંગ કરવામાં કરી શકો છો.
તાજેતરમાં આવેલા TRAI ના રિપોર્ટ પ્રમાણે જિયોએ એકવાર ફરી લાખો યુઝર્સ ગુમાવી દીધા છે. પરંતુ કંપનીના એક્ટિવ યુઝર્સની સંખ્યા વધી છે, પરંતુ કંપનીના યુઝર્સમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જુલાઈમાં રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ જિયોએ અત્યાર સુધી એક કરોડથી વધુ યુઝર્સ ગુમાવી દીધા છે.