નવી દિલ્હીઃ JioPhone 5G ની યૂઝર્સો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. કંપનીએ ફોનની લોન્ચ ડેટ હજુ કન્ફર્મ કરી નથી, પરંતુ તેના ફીચર્સ અને સ્પેસિફિકેશન ઓનલાઇન લીક થવાના શરૂ થઈ ગયા છે.  Kuba Wojciechowski (@Za_Raczke) અને 91 મોબાઇલ્સના લીક અનુસાર જિયો ફોન 5G નો કોડનેમ ગંગા અને મોડલ નંબર LS1654QB5 છે. જાણવા મળી રહ્યું છે કે જિયોનો આ અપકમિંગ ફોન 4જીબી રેમની સાથે આવશે અને તેમાં સ્નેપડ્રેગન 480 ચિપસેટ લાગેલી હશે. કંપની આ ફોનને LYF ની સાથે પાર્ટનરશિપમાં લોન્ચ કરી શકે છે અને તેનું માર્કેટિંગ Jio Phone True 5G મોનિટરની સાથે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળશે આ ફીચર અને સ્પેસિફિકેશન
લીક પ્રમાણે તો કંપની JioPhone 5G માં 6.5 ઇંચની એચડી+  LCD પેનલ આવવાની છે. આ ડિસ્પ્લે 90Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. ફોનમાં સેમસંગની 4જીબી  LPDDR4X રેમ અને 32જીબીનું ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી શકે છે. પ્રોસેસર તરીકે તેમાં કંપની સ્નેપડ્રેગન 480 ચિપસેટ આપી શકે છે. ફોટોગ્રાફી માટે ફોનમાં તમને એલઈડી ફ્લેશની સાથે ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ જોવા મળી શકે છે. 


આ પણ વાંચોઃ Phone Number થી પણ જાણી શકાય છે કોઈનું પણ Live Location! નવરાત્રિ ટાણે તમે પણ જાણો..


તેમાં 13 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સાથે એક 2 મેગાપિક્સલનું મેક્રો સેન્સર મળી શકે છે. તો સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળવાની સંભાવના છે. ઓએસની વાત કરીએ તો ફોન એન્ડ્રોયડ 12 આઉટ ઓફ ધ બોક્સ પર કામ કરશે. સાથે તેમાં કંપની જિયો એપ્સની સાથે પ્રી-લોડેડ ગૂગલ મોબાઇલ સર્વિસ પણ આપવાની છે. ફોનને પાવર આપવા માટે તેમાં  5000mAh ની બેટરી આપવામાં આવી શકે છે. આ બેટરી 18 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. કિંમતની વાત કરીએ તો આ ફોન 8થી 12 હજાર રૂપિયા વચ્ચે પ્રાઇઝ ટેગ સાથે આવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube