Jio Prepaid Plan: આ છે જિયોના દમદાર પ્લાન, ડેટા-કોલિંગ સાથે મળશે એસએમએસનો ફાયદો
Jio Rs 149 Prepaid Plan: જિયો ગ્રાહકોની જરૂરીયાત મુજબ પ્લાન ઉપલબ્ધ કરાવે છે. જિયોની પાસે પ્રીપેડ પ્લાન્સની એક મોટી રેન્જ છે. આવો જિયોના સસ્તા પ્લાનની માહિતી મેળવીએ.
નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ નેટવર્ક પ્રોવાઇડર કંપની રિલાયન્સ જિયો માર્કેટમાં સૌથી વધુ યૂઝર્સ અને પોતાના સસ્તા પ્લાન આપવા માટે લોકપ્રિય છે. વર્તમાનમાં રિલાયન્સ જિયોના 40 કરોડથી વધુ યૂઝર્સ છે. જિયો ઘણા પ્રકારના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન સહિત બ્રોડબેન્ડ પ્લાન આપે છે. જો તમે પ્રીપેડ યૂઝર્સ છો તો અમે તમને જણાવી દઈએ કે જિયોના પ્રીપેડ પ્લાન્સને યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યા છે. જો વધુ ડેટાનો ઉપયોગ કરો છો તો તમે દરરોજ 3જીબી ડેટાવાળો પ્લાન લઈ શકો છો, જો તમે મધ્યમ યૂઝર્સ છો તો 1-2જીબી ડેટાવાળો પ્લાન એક્ટિવ કરાવી શકો છો. જો તમે દરરોજ 1જીબી ડેટા પ્રદાન કરનારા પ્લાન શોધી રહ્યાં છો તો અમે તમારા માટે જિયોના કેટલાક ખાસ પ્લાનની જાણકારી લઈને આવ્યા છીએ.
રિલાયન્સ જિયોનો 149 રૂપિયાવાળો પ્લાન
રિલાયન્સ જિયોના 149 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1જીબી ડેટા મળે છે. વેલિડિટીની વાત કરીએ તો તે 20 દિવસની છે. આ પ્લાનમાં કુલ 20જીબી ડેટા મળે છે. વોયસ કોલિંગની વાત કરવામાં આવે તો તમામ નેટવર્ક પર ફ્રી છે. આ પેકમાં દરરોજ 100 ફ્રી એસએમએસ પણ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ જિયોનો સૌથી સસ્તો પ્લાન છે. અન્ય ફાયદામાં તમને જિયો એપ્શનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે.
આ પણ વાંચો- Jio Data Plan: ડેટા પૂરો થઈ જશે તો જિયો આપશે લોન, જાણો કઈ રીતે લેશો તેનો લાભ
જિયોનો 179 રૂપિયાવાળો પ્લાન
જિયોના 179 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 1જીબી ડેટા મળે છે. તેની વેલિડિટી 24 દિવસની છે. આ પ્લાનમાં કુલ 24 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર ફ્રી એસએમએસની સુવિધા મળે છે. પ્લાનમાં દરરોજ ફ્રી 100 એસએમએસ મળે છે. અન્ય ફાયદામાં JioTV, JioCinema, JioSecurity અને JioCloud નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
જિયોનો 209 રૂપિયાવાળો પ્લાન
જિયોના 209 રૂપિયાવાળા પ્લાનમાં દરરોજ 1જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં કુલ 20 જીબી ડેટા મળે છે. વોયસ કોલિંગની વાત કરીએ તો તે તમામ નેટવર્ક પર ફ્રી છે. આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. અન્ય ફાયદામાં JioTV, JioCinema, JioSecurity અને JioCloud નું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube