Jio Recharge: જિયોનો સસ્તો પ્લાન, 84 દિવસ સુધી દરરોજ 2GB ડેટા, સાથે મળશે આ બેનિફિટ્સ
દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પાસે વિવિધ કેટેગરીમાં રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. યૂઝર્સ પોતાની જરૂરીયાત પ્રમાણે પ્લાનની પસંદગી કરી શકે છે. આજે અમે તમને જિયોના 866 રૂપિયાવાળા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ.
નવી દિલ્હીઃ 44 કરોડથી વધુ યૂઝર્સ સાથે રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી કંપની છે. જિયો હંમેશા પોતાના ગ્રાહકો માટે સસ્તા પ્લાન લોન્ચ કરતું રહે છે. યૂઝર્સની સુવિધા માટે કંપનીએ પોતાના રિચાર્જ પ્લાનને ઘણી કેટેગરીમાં રિવાઇઝ કર્યાં છે, જેમાં ક્રિકેટ પ્લાન, એન્ટરટેઈનમેન્ટ પ્લાન, ડેટા બૂસ્ટર પ્લાન, ડેટા પેક, નો ડેલી લિમિટ પ્લાન અને અન્ય સેક્શન સામેલ છે.
જિયોની પાસે ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળાની વેલિડિટીવાળા ઘણા પ્લાન ઉપલબ્ધ છે. જો તમે પણ રિલાયન્સ જિયોના સસ્તા અને લોન્ગ ટર્મ પ્લાન શોધી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. અમે તમને આજે જિયોના એક એવા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ જેમાં તમને લાંબી વેલિડિટી, ભરપૂર ડેટાની સાથે કેશબેક ઓફર પણ મળે છે.
અમે રિલાયન્સ જિયોના 866 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનની વાત કરી રહ્યાં છીએ. આ સ્કીમમાં કંપની પોતાના યૂઝર્સને શાદનાર ઓફર આપી રહી છે. જો તમે 866 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને કુલ 84 દિવસની લાંબી વેલિડિટી મળશે. એટલે કે તમે 84 દિવસ સુધી ડેટા અને કોલિંગની મજા માણી શકો છો.
આ પણ વાંચોઃ ₹6 લાખની કારનો દીવાનો બન્યો દેશ, ક્રેટાથી લઈને વેગનઆર પણ તેની સામે ફેલ
જિયોના પ્લાનમાં મળનાર અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો તમને 84 દિવસ માટે કુલ 168 જીબી ડેટા મળે છે. એટલે કે તમે દરરોજ 2 જીબી ડેટાનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય પ્લાનમાં દરેક નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. જિયો પોતાના ગ્રાહકોને 50 રૂપિયાની કેશબેક ઓફર પણ આપી રહ્યું છે.
જિયો પોતાના 866 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને વધારાના ફાયદા પણ આપે છે. આ પ્લાનમાં સ્વિગી વન લાઇટ, જિયો ટીવી અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. જો તમે ઓટીટી સ્ટ્રીમિંગ કરો છો તો આ પ્લાનમાં જિયો સિનેમાનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે.