JIO હંમેશા પોતાના ગ્રાહકો માટે શાનદાર પ્લાન રજૂ કરતું રહે છે પરંતુ આજે અમે તમને જે પ્લાન વિશે જણાવી રહ્યા છીએ તે તેમના જિયોફોન યૂઝર્સ માટે. આ પ્લાનને લેવા માટે જિયોફોન યૂઝર્સ 23 દિવસ સુધી કોઈપણ જાતના ટેન્શન વિના દિલ ખોલીને વાત કરી શકે છે. તેમાં અનલિમિટેડ કોલિંગ,ડેટા અને SMSની સુવિધા મળે છે.  જિયોફોનના આપ્લાન્સમાં ફ્રી વોઈસ કોલિંગ, 4જી ઈન્ટરનેટ, ફ્રી SMSની સાથે સાથે જિયોની એપ્લિકેશનનું ફ્રીમાં સબસ્ક્રિપ્શન મળે છે. તો ચાલો જાણીએ જિયોફોનના ત્રણ એવા પ્લાન વિશે જેની કિંમત એકદમ ઓછી છે પરંતુ સુવિધાઓ બહુ વધારે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોફોનનો 75 રૂપિયાનો પ્લાન:
આ પ્લાનની વેલિડિટી 23 દિવસની છે અને તેમાં કુલ 2.5 જીબી ડેટા મળે છે. તેની સાથે તેમાં 50 SMS, ફ્રી વોઈસ કોલ અને જિયો 
ટીવી, જિયો સિનેમા અને અન્ય જિયો ન્યૂઝનું ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. 


જિયોફોનનો 91 રૂપિયાનો પ્લાન:
આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં કુલ 3 જીબી ડેટા મળે છે. તેની સાથે તેમાં  50 SMS, કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો ન્યૂઝ અને અન્ય જિયો ન્યૂઝનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે.


જિયોફોનનો 125 રૂપિયાનો પ્લાન:
આ પ્લાનમાં તમને 23 દિવસની વેલિડિટી મળશે. તેની સાથે તેમાં કુલ 11.5 જીબી ડેટા મળશે. તે સિવાય કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને કુલ 300 SMSની સુવિધાનો લાભ મળે છે.