Jio Recharge Plan: ડેટા ખતમ થયા બાદ પણ ચાલતું રહેશે ઈન્ટરનેટ, એક્સ્ટ્રા ડેટા સાથે આવ્યા બે પ્લાન
Jio Recharge Plan: રિલાયન્સ જિયોના આ બંને પ્લાનમાં દરરોજ 3જીબી ડેટાનો લાભ મળે છે. આ પ્લાનમાં કંપની એક્સ્ટ્રા ડેટાનો લાભ પણ આપી રહી છે. જો તમારે પણ આ લાભ જોઈતો હોય તો આ પ્લાનને અજમાવી જુઓ..
Jio Recharge Plan : દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જિયો પોતાના બે રિચાર્જ પ્લાન્સની સાથે એક્સ્ટ્રા ડેટા ઓફર (Jio Extra Data Offer) કરી રહી છે. રિલાયન્સ જિયોના આ બંને રિચાર્જ પ્લાન્સમાં મળનાર અન્ય દરેક બેનિફિટ્સ સિવાય હવે કંપની 6 જીબી એક્સ્ટ્રા ડેટાનો પણ લાભ આપી રહી છે. જે તમને ઘણો ફાયદો આપશે. તમારો ડેટા ખૂટશે જ નહીં..
રિલાયન્સ જિયો આ બંને પ્લાનમાં યૂઝર્સને દરરોજ 3જીબી ડેટા ઓફર કરી રહી છે. એક્સ્ટ્રા ડેટા મળવા પર ડેલી લિમિટ ખતમ થયા બાદ પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટ ચાલશે. જિયો જે બે પ્લાનમાં એક્સ્ટ્રા ડેટા ઓફર કરી રહ્યું છે, તે ડેલી 2 જીબી ડેટા સાથે આવે છે. એક્સ્ટ્રા ડેટા બેનિફિટ્સવાળા આ પ્લાનની કિંમત 219 રૂપિયા અને 399 રૂપિયા છે. આ બંને પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે.
આ પણ વાંચોઃ OMG! 6.5 લાખ રૂપિયાનો iPhone, જાણો શું છે તેની ખાસિયત
જિયોનો 399 રૂપિયાનો પ્લાન
જિયોનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. દરરોજ ત્રણ જીબી ડેટા પ્રમાણે કંપની પ્લાનમાં કુલ 84 જીબી ડેટા ઓફર કરી રહી છે. સાથે 6 જીબી એક્સ્ટ્રા ડેટાનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. રિલાયન્સ જિયો આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ, એસએમએસનો લાભ આપે છે. આ સિવાય પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે.
જિયોનો 219 રૂપિયાનો પ્લાન
જિયોના આ રિચાર્જ પ્લાનમાં 14 દિવસની વેલિડિટી મળે છે. 3 જીબી ડેટા પ્રમાણે કંપની આ પ્લાનમાં કુલ 42 જીબી ડેટા ઓફર કરી રહી છે. આ સિવાય 2જીબી એક્સ્ટ્રા ડેટા મળશે, એટલે કે પ્લાનમાં કુલ 44 જીબી ડેટા મળવાનો છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે દરરોજ 100 એસએમએસ આપવામાં આવે છે. આ સિવાય જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ ઓફર કરવામાં આવી રહ્યું છે.