નવી દિલ્હી: ઇન્ટરનેટ વિના એક દિવસ પણ પસાર કરવો આપણા માટે મુશ્કેલ છે. એવામાં તમારા સ્માર્ટફોનમાં ડેટા પેક એક્ટિવ કરાવવું જરૂરી બની ગયું છે. પરંતુ આ ડેટા પેળવારમાં જ પુરૂ થઇ જાય છે અને વારંવાર રિચાર્જ કરાવવું એક મુશ્કેલ કામ હોય છે. જો તમે જિયોના પ્લાન્સ ઉપયોગ કરો છો તો તમારે આ પ્લાન્સ વિશે જાણવું જરૂરી છે અને જો તમે જિયો ગ્રાહક નથી તો બની શકો છો, આ પ્લાન્સ એટલા સસ્તા છે. એકવાર રિચાર્જ કરાવ્યા બાદ તમે 11 મહિના માટે ઘણી બધા બેનેફિટ્સની મજા માણી શકો છો. ચાલો જાણીએ આ પ્લાન્સ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોનો 2121 રૂપિયાનો પ્લાન
11 મહિનાની વેલિડિટીવાળા પ્રીપેડ પ્લાન્સમાં આ જિયોનો સૌથી મોંઘો પ્લાન્સ છે. તેમાં જિયો ગ્રાહકને 2121 રૂપિયાના બદલે દરરોજ 1.5GB ડેટા (એટલે કે 504GB ડેટા) કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા આપશે. સાથે જ ગ્રાહક તમા જિયો એપ્સનું ફ્રી સબ્સિક્રપ્શન પણ મળશે. 

ઓક્ટોબરમાં CNG અને PNG ના ભાવમાં થશે વધારો, જાણો કેટલી વધશે કિંમત


જિયોનો 1299 રૂપિયાનો પ્લાન
આ પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકને 11 મહિના એટલે 336 દિવસ માટે કુલ 24GB ડેટા આપવામાં આવે છે અને તે કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકે છે. તમામ જિયો એપ્સનું ફ્રી સબ્સિક્રપ્શન તો મળશે જ, સાથે જ 3600 એસએમએસ મોકલવાની સુવિધા પણ મળશે. તમને જણાવી દઇએ કે આ રિચાર્જ પ્લાન રિલાયન્સ જિયોના વેલ્યૂ પ્લાનનો ભાગ છે. 

Motorola એ મચાવી ધૂમ! હવે હવામાં ચાર્જ થશે સ્માર્ટફોન, આવી રીતે ઝડપથી થશે Full Charge


જિયોનો 749 રૂપિયાનો પ્લાન
આ પ્લાન જિયો ફોનના પ્લાન છે અને તેની માન્યતા 11 મહિનાની છે. દર 28 દિવસ પર તમને આ પ્લાનમાં 2GB ડેટા આપવામાં આવશે એટલે કે આ પ્લાનમાં તમને કુલ 24GB ડેટા મળશે. અને બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં ગ્રાહકને કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સ કરવાની તક મળશે. તે દર 28 દિવસમાં 50 એસએમએસ મોકલી શકશો અને તમામ જિયો એપ્સના ફ્રી સબ્સિક્રપ્શનની પણ મજા માણી શકશો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube