નવી દિલ્હીઃ Reliance Jio Annual plan: રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકો માટે રિપબ્લિક ડે ઓફરની જાહેરાત કરી છે. ઓફર હેઠળ ગ્રાહકોને 2999 રૂપિયાના રિચાર્જ પર શાનદાર ડીલ અને ડિસ્કાઉન્ટનો ફાયદો મળશે. પ્રાપ્ત જાણકારી અનુસાર આ પ્લાનમાં ગ્રાહકોને દરરોજ 2.5 જીબી ડેટા આપવામાં આવશે. એટલે કે તેમાં કુલ 912.5 જીબી ડેટા મળી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ વાત છે કે આ પ્લાનને એકવાર રિચાર્જ કરવા પર એક વર્ષની વેલિડિટી મળી જશે. એટલે કે આ એક વાર્ષિક પ્લાન છે અને તેની વેલિડિટી 365 દિવસની છે. આ પ્લાનની સાથે ગ્રાહકોને ઘણા બેનિફિટ્સ આપવામાં આવી રહ્યાં છે. આવો જાણીએ આ ઓફર વિશે...


1. પ્લાનમાં એજિયો (Ajio)કૂપન આપવામાં આવી રહ્યું છે, જે હેઠળ તમે 2999 રૂપિયાનું શોપિંગ કરો તો તમને 500 રૂપિયાની છૂટ મળી જશે.


2. જો ગ્રાહક Tira થી શોપિંગ કરે તો 30 ટકા એટલે કે 1000 રૂપિયાની છૂટ મેળવી શકાય છે. 


3- જો ગ્રાહક Ixigo થી ફ્લાઇટ બુક કરો તો 1500 રૂપિયા સુધીની છુટ મેળવી શકો છો. 


4- જો ગ્રાહક  Swiggy થી ભોજન ઓર્ડર કરે તો તેને 150 રૂપિયાના બે કૂપન મળશે. એટલે કે ગ્રાહક કુલ 250 રૂપિયાની છુટ મેળવી શકે છે. 


5- જો ગ્રાહક રિલાયન્સ ડિજિટલથી શોપિંગ કરો છો તો 5000 રૂપિયાના શોપિંગ પર મિનિમમ 10 ટકાની છુટ મેળવી શકો છો.


આ પણ વાંચોઃ New Model: સારી સેકન્ડના ભાવે મળે છે નવી નક્કોર આ 5 ઇલેક્ટ્રિક કાર, માઇલેજ 465km


કઈ રીતે મળશે કૂપનનો ફાયદો?
- 2999 રૂપિયાના રિચાર્જ પર તમામ કૂપન ગ્રાહકોને MyJio એકાઉન્ટમાં જોવા મળશે. 


-  ત્યારબાદ ગ્રાહકોએ કોડ કોપી કરવો પડશે અને પછી જ્યાંથી શોપિંગ કરવું હોય તે એપ કે વેબસાઇટ પર જવું પડશે. 


- ધ્યાન રહે કે કૂપન એક્સપાયર થતાં પહેલા તેનો ઉપયોગ કરવો પડશે. બાકી તે કામ કરશે નહીં. આ ઓફર માત્ર 15થી 31 જાન્યુઆરી માટે ઉપલબ્ધ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube