Reliance Jio એ તાજેતરમાં એક નવું ડેટા વાઉચર લોન્ચ કર્યું છે, જેની કિંમત માત્ર 11 રૂપિયા છે. આ વાઉચર તે યુઝર્સ માટે ખાસ છે જેણે પોતાની ડેલી ડેટા લિમિટ ખતમ કરી દીધી છે કે જેને થોડા સમય માટે એક્સ્ટ્રા ડેટાની જરૂર છે. Jio ના Rs 11 ના ડેટા વાઉચરમાં 10GB હાઈ-સ્પીડ 4જી ડેટા મળે છે અને તેની વેલિડિટી એક કલાકની રહે છે. તેનો ઉપયોગ માત્ર ઈન્ટરનેટ સેવા માટે કરી શકાય છે. તેમાં કોલિંગ કે એસએમએસની કોઈ સુવિધા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી સસ્તો પ્લાન
આ ડેટા વાઉચર MyJio એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સૌથી ખાસ વાત છે કે આ વાઉચર કોઈ બેસ પેક વગર પણ કામ કરશે, પરંતુ આ સ્થિતિમાં તમારી કનેક્ટિવિટી માત્ર ઈન્ટરનેટ સુધી સીમિત રહેશે. જો તમારે કોલિંગ કે એસએમએસની જરૂર હોય તો તે માટે અન્ય પ્લાન હોવો જરૂરી છે.


Jio એ આ 11 રૂપિયાના ડેટા વાઉચરને પ્રીપેડ અને પોસ્ટપેડ બંને યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવ્યું છે. વધુ જાણકારી માટે તમે MyJio માં જઈને ડિટેલ્સ ચેક કરી શકો છો. આ વાઉચર ભારતમાં સૌથી સસ્તું ડેટા પેક છે. 


આ પણ વાંચોઃ 250 રૂપિયાથી ઓછી કિંમતમાં  BSNLનો ધાંસૂ પ્લાન, 45 દિવસ સુધી મળશે અનલિમિટેડ ડેટા


એરટેલ અને વીઆઈનો સૌથી સસ્તો પ્લાન
ઉદાહરણ માટે એરટેલનો સૌથી સસ્તો ડેટા પ્લાન 49 રૂપિયાનો છે, જે એક દિવસ માટે અનલિમિટેડ 4જી ડેટા આપે છે. તો  Vi નો સૌથી સસ્તો પ્લાન 23 રૂપિયાનો છે, જે એક બીજી ડેટા આપે છે અને તેની વેલિડિટી એક દિવસની છે. જિયોનું 11 રૂપિયાનું વાઉચર તે લોકો માટે સારો વિકલ્પ બની શકે છે, જેને થોડા સમય માટે હાઈ સ્પીડ ડેટાની જરૂર છે.