Jio Plan: રિલાયન્સ જિયો સસ્તા પ્લાન માટે જાણીતું છે. જિયો ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે અનેક પ્લાન ઉપલબ્ધ કરાવે છે. આજે આપણે જિયોના 90 દિવસની વેલિડિટીવાળા પ્લાનની ચર્ચા કરીશું. આ પ્લાન માત્ર 749 રૂપિયાનો છે, જેમાં 90 દિવસની વેલિડિટી મળે છે. જિયોના આ પ્લાનનો એક દિવસનો ખર્ચ માત્ર 8 રૂપિયા છે. એટલે કે દરરોજ 8 રૂપિયાના ખર્ચમાં અનલિમિટેડ કોલ અને ડેટાનો ફાયદો ઉઠાવી શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

749 રૂપિયાવાળો પ્લાન
જિયો ઓફર હેઠળ લાંબી વેલિડિટીના સસ્તા પ્લાનની ગણતરીમાં 749 રૂપિયાનો પ્લાન છે. આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 90 દિવસની છે. તેમાં જિયો ગ્રાહકોને દરરોજ 100 એસએમએસની સાથે 2.5 જીબી ડેટા મળશે. અનલિમિટેડ કોલનો ફાયદો મળશે. એકવાર દરરોજ ડેટાની લિમિટ ખતમ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટી જશે. ગ્રાહકોને જિયો ટીવી, જિયોસિનેમા, જિયો સિક્યોરિટી, જિયોક્લાઉડ અને અન્ય એપ્સનો ફાયદો મળશે. આ પ્લાનનો એક દિવસનો ખર્ચ 8 રૂપિયા આવે છે. 


આ પણ વાંચોઃ વોટ્સએપ પર ફોટો શેર કરતા હોવ તો આ સમાચાર તમારા માટે, આવી રહ્યું છે જબરદસ્ત ફીચર!


જિયોનો 2999 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં એક વર્ષની વેલિડિટી મળશે અને તેની કિંમત 2999 રૂપિયા છે. આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. તેમાં જિયો ગ્રાહકોને દરરોજ 100 એસએમએસની સાથે 2.5 જીબી ડેટા મળશે. એકવાર ડેટા લિમિટ ખતમ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટી ડશે. જિયો યૂઝર્સને 3000 રૂપિયાનો એક્સ્ટ્રા ફાયદો પણ મળશે. ગ્રાહકોને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી, જિયો ક્લાઉડ અને અન્ય એપ્સનો ફાયદો મળશે.