નવી દિલ્હીઃ Jio Top 3 Data Plan: જો તમે મોબાઇલ ડેટાનો ઉપયોગ વધારે કરો છો. મતલબ મોબાઇલ ડેટાથી ઓટીટી પ્લેટફોર્મ જેમ કે એમેઝોન પ્રાઇમ કે નેટફ્કિલ્સ જુઓ છો, તો Jio નો ડેટા એડ ઓન પ્લાન ખુબ મદદગાર સાબિત થઈ શકે છે. Jio તરફથી સસ્તી કિંમતમાં ત્રણ ડેટા પ્લાન (Data Plan) રજૂ કર્યા છે, જેને જીયોના રેગ્યુલર રિચાર્જની સાથે ેડ કરી શકાય છે. Jio Data Plan ની શરૂઆતી કિંમત 151 રૂપિયા છે. આ રિચાર્જ પેકમાં 30GB વધારાનો ડેટા મળે છે. આ સિવાય 201 રૂપિયા અને 251 રૂપિયાનું રિચાર્જ પેક આવે છે. આ ત્રણેય ડેટા એડ ઓન પેક 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio ડેટા એડ ઓન રિચાર્જ પેક
Jio તરફથી 151 રૂપિયાના રિચાર્જ પ્લાનની સાથે 201 રૂપિયા અને 251 રૂપિયાના બે અન્ય પ્રી-પેડ રિચાર્જ પેક રજૂ કરવામાં આવ્યા છે. 151 રૂપિયાના એડ ઓન રિચાર્જ પેક પર 30GB હાઈ સ્પીડ ડેટા 4જી ઇન્ટરનેટ મળે છે. તો 201 રૂપિયાના એડ ઓન પેક પર 30 દિવસ માટે 40GB હાઈસ્પીડ ડેટા મળે છે. જ્યારે 251 રૂપિયાના રિચાર્જ પ્લાન પર 50જીબી હાઈસ્પીડ ડેટા મળે છે. 


આ પણ વાંચોઃ માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Realme નો નવો સ્માર્ટફોન, મળશે આ ખાસ ફીચર્સ


ક્યારે એક્ટિવેટ થાય છે ડેટા એડ ઓન પેક
ડેટા એડ ઓન પેક તે સ્થિતિમાં એક્ટિવ થાય છે, જ્યારે તમને ડેલી મળનાર ડેટા ખતમ થઈ જાય છે. એટલે કે જે યૂઝર્સને રિચાર્જ પેકમાં 3જીબી ડેટા મળે છે, ત્યારે તમારા 3જીબી ડેટાની લિમિટ પૂરી થયા બાદ તમારો ડેટા એડ ઓન પેક એક્ટિવ થઈ જાય છે. યૂઝર્સ પોતાની જરૂરીયાત પ્રમાણે રિચાર્જ કરાવી શકે છે. તમે તેનો 30 દિવસ સુધી ઉપયોગ કરી શકો છો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube