નવી દિલ્હીઃ Unlimited Calling Plan: Jio પોતાના ગ્રાહકો માટે શાનદાર પ્રીપેડ પ્લાન્સ લઈને આવે છે. આ પ્લાનમાં ડેટા અને કોલિંગની સાથે વેલિડિટી પ્લાન્સ પણ સામેલ છે. જો તમે બજેટ રેન્જમાં એક અનલિમિટેડ કોલિંગ પ્લાન શોધી રહ્યાં છો, જેમાં તમને ઈન્ટરનેટ પણ મળે, તો આજે અમે તમારા માટે જિયોના એક પ્લાનની વિગત લઈને આવ્યા છીએ. આ પ્લાનની કિંમત 299 રૂપિયા છે અને તેમાં તમને એક સાથે ઘણા લાભ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યો છે પ્લાન
જિયોના જે પ્લાનની અમે વાત કરી રહ્યાં છીએ જેની કિંમત માત્ર 299 છે અને તેમાં ગ્રાહકોને એકથી એક સારા બેનિફિટ્સ આપવામાં આવે છે. સૌથી પહેલા વાત કરીએ તો આ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. આ વેલિડિટી સાથે ગ્રાહકોને 56 જીબી હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળે છે.


આ પણ વાંચોઃ Jio Offer: એક વર્ષ સુધી અનલિમિટેડ ડેટા અને કોલિંગની મજા, જિયોની દમદાર ઓફર


જો તમને લાગી રહ્યું હોય કે માત્ર આટલા લાભ મળે છે પરંતુ તે નથી, કારણ કે આ પ્લાનમાં તમને દરરોજ 2જીબી ડેટા મળે છે, સાથે દેશભરમાં તમને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ પ્લાનમાં તમને દરરોજ 100 એસએમએસ પણ મળશે. કંપની આ પ્લાનમાં યૂઝર્સના મનોરંજનનું ધ્યાન પણ રાખી રહી છે. જેમાં કંપની યૂઝર્સને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે. જેમાં જિયો ટીવી, જિયો સિક્યોરિટી અને જિયો ક્લાઉડ પણ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube