Jio નો છુપારુસ્તમ પ્લાન! માત્ર 155 રૂપિયામાં એક મહિનો Unlimited કોલિંગની સાથે મળશે 2GB ડેટા
Jio Prepaid Recharge: Jio પોતાના ગ્રાહકોને બેસ્ટ રિચાર્જ પ્લાન ઓફર કરે છે અને જ્યારે વાત પ્રીપેડ રિચાર્જ કરવામાં આવે છે તો તેની કિંમત એટલી ઓછી રાખવામાં આવી છે કે દરેક કોઈ ખરીદી શકે છે, તેમાં યૂઝર્સને ઘણા બેનિફિટ્સ મળે છે.
નવી દિલ્હીઃ Jio Cheapest Prepaid Plan: Jio આમ તો પોતાના પ્રીપેડ લાઇનઅપમાં ઘણા રિચાર્જ પ્લાન ઓફર કરે છે જેમાં તમે તમારા બજેટ પ્રમાણે સસ્તો કે મોંઘો પ્લાન પસંદ કરી શકો છો અને તેમાં અલગ-અલગ ઓફર્સ પણ આપવામાં આવે છે. તેમાં કેટલાક પ્લાન એવા છે જેમાં ખુબ વધુ ઓફર વેલિડિટી ઓફર કરવામાં આવે છે તો કેટલાક પ્લાન એવા છે જેમાં અનલિમિટેડ બેનિફિટ્સ આપવામાં આવે છે. પરંતુ તમે પ્રીપેડ યૂઝર છો અને તમારૂ બજેટ ₹200થી ઓછો છે તો આજે અમે તમને એક એવા રિચાર્જ પ્લાનની માહિતી આપીશું જેમાં તમે એક મહિનો અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો ઉપયોગ કરી શકશો.
જાણો પ્લાન વિશે માહિતી
જે રિચાર્જ પ્લાન વિશે આજે અમે તમને જણાવી રહ્યાં છીએ તેની કિંમત માત્ર 155 રૂપિયા છે. રિચાર્જ પ્લાનની સૌથી મોટી ખાસિયત છે તેની વેલિડિટી. રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે એટલે કે એક મહિના સુધી તમે લાભ મેળવી શકશો. આ પ્લાનમાં ઘણા બેનિફિટ્સ છે જેના વિશે આજે અમે તમને જણાવીશું અને આ બેનિફિટ્સની મદદથી આ પ્લાન ખુબ પોપ્યુલર રહ્યો છે.
આ પણ વાંચોઃ સપનેય વિચાર્યું નહી હોય એટલી કિંમતમાં Split AC, ઉનાળો શરૂ થાય તે પહેલાં ખરીદી લેજો
ક્યા બેનિફિટ્સ સામેલ
તમને જણાવી દઈએ કે રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી સાથે 2જીબી ઈન્ટરનેટ મળે છે જે હાઈ સ્પીડમાં કામ કરે છે. પ્લાનમાં માત્ર આટલા જ બેનિફિટ્સ નથી પરંતુ તેમાં તમને એક મહિના સુધી અનલિમિટેડ વોઇસ કોલિંગ પણ આપવામાં આવે છે. જો તમને લાગી રહ્યું છે કે આ પ્લાનમાં માત્ર આટલો લાભ મળશે તો એવું નથી કારણ કે તેમાં 300 s.m.s.પણ મળે છે. આ સાથે તમને જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સિક્યોરિટી અને જિયોક્લાઉડ જેવી સર્વિસનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube