નવી દિલ્હીઃ દેશની દિગ્ગજ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોના યુઝર્સ માટે મહત્વના સમાચાર છે. કારણ કે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોએ યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. લિકોમ સર્વિસ પ્રોવાઇડરે કૌભાંડની રણનીતિ વિશે ચેતવણી જાહેર કરી છે અને જણાવ્યું છે કે કઈ રીતે સાઇબર છેતરપિંડી કરી લોકોને ચૂનો લગાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિયોએ એક મેસેજમાં કહ્યું કે જિયોમાં અમારા માટે, તમારી સુરક્ષા સર્વોપરિ છે. તાજેતરમાં અમે સાઇબર ફ્રોડના મામલા જોયા છે, જ્યાં કૌભાંડી તમારા સર્વિસ પ્રોવાઇડર સંવેદનશીલ જાણકારી માંગે છે અને તમને ચૂનો લગાવે છે. જિયોએ સુરક્ષિત રહેવાના સૂચનોની સાથે-સાથે તે પણ વિગત શેર કરી છે કે કઈ રીતે સ્કેમર્સ તમને છેતરી શકે છે. 


જિયોએ નવા-નવા સ્કેમની આપી જાણકારી


  • સ્કેમર્સ ફોન કોલ, એસએમએસ સંદેશ, વોટ્સએપ ચેટ કે ઈમેલ સહિત વિવિધ રીતે તમારા સુધી પહોંચે છે. 

  • સ્કેમર્સ હંમેશા તમારી પાસે પાન કાર્ડ નંબર, આધાર ડિટેલ, બેન્ક ખાતાની જાણકારી, ક્રેડિટ કાર્ડ ડિટેલ, ઓટીપી કે સિમ નંબર જેવી સંવેદનશીલ જાણકારી માંગે છે.

  • જો તમે તેણે માંગેલી વિગત ન આપો તો સ્કેમર્સ તમારી સેવાઓ બંધ કરવાની ધમકી આપે છે.

  • સ્કેમર્સ તમને થર્ડ-પાર્ટી પ્સ ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરવાનું કહે છે, જે તેને તમારા ફોન કે કમ્પ્યુટર અને તમારી પર્નનલ ડિટેલ સુધી પહોંચવામાં મદદ કરશે.

  • રિલાયન્સ જિયો તમને ક્યારેય થર્ડ-પાર્ટી એપ ડાઉનલોડ કરવાનું કહેશે નહીં. જો તમને કોઈ આવું કહે તો સંભવતઃ એક કૌભાંડ છે.

  • કોઈપણ શંકાસ્પદ સ્થિતિમાં MYJio એપમાં લોગિન કરો અને અહીં તમને તમારા જિયો નંબર સાથે જોડાયેલી દરેક જાણકારી મળી જશે.