નવી દિલ્હીઃ ત્રણ મુખ્ય ટેલીકોમ કંપની રિલાયન્સ જીયો, વોડાફોન-આઈડિયા અને એરટેલ પોતાના ગ્રાહકોના બજેટને અનુકૂળ પ્લાન રજૂ કરતા હોય છે ટેલ્કો કંપની ઘણા રિચાર્જ પ્લાન લઈને આવે છે જે અનલિમિટેડ કોલિંગ, ઓટીટી સબ્સક્રિપ્શન અને દરરોજ 100 એસએમએસની સાથે 56 દિવસની વેલિડિટી પ્રદાન કરે છે. અહીં 56 દિવસની વેલિડિટીવાળા બેસ્ટ પ્રીપેડ પ્લાનની લિસ્ટ આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

56 દિવસની વેલિડિટીવાળા એરટેલના પ્રીપેડ પ્લાન
1. જો તમારી ડેલી 1.5 જીબી ડેટાની જરૂરીયાત છે તો એરટેલનો 399 રૂપિયાનો પ્રીપેડ રિચાર્જ પ્લાન તમારા માટે ઉપયોગી થશે. તેમાં તમને 56 દિવસની વેલિડિટી સાથે કુલ 84 જીબી ડેટા મળે છે. આ સિવાય અનલિમિટેડ  કોલિંગ અને દરરોજ 100 એસએમએસ જેવા ફાયદા પણ મળે છે. પ્લાનની સાથે તમને અપોલો 24|7 સર્કિલ, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયરનું ફ્રી સબ્સક્રિપ્શન, ફ્રી હેલોટ્યૂન્સ, વિંક મ્યૂઝિક વગેરેનો પણ લાભ મળે છે. આ સિવાય ફાસ્ટેગ પર 100 રૂપિયાનું કેશબેક મળશે. 


2. એરટેલના 449 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 56 દિવસની વેલિડિટી સાથે દરરોજ 2જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ, 100 એસએમએસ, મોબાઇલ એન્ટીવાયરસ અને એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ મળે છે. જ્યારે અન્ય લાભોમાં વિંક મ્યૂઝિક, 150 રૂપિયાનું ફાસ્ટેગ કેશબેક અને ફ્રી હેલોટ્યૂન્સ સામેલ છે. 


3. એરટેલના 558 રૂપિયાના પ્લાનમાં 56 દિવસની વેલિડિટી સાથે દરરોજ 3જીબી ડેટા મળે છે. તમને અનલિમિટેડ કોલ અને દરરોજ 100 એસએમએસનો લાભ મળશે. આ સિવાયના ફાયદામાં મોબાઇલ એન્ટીવાયરસ અને એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ મળે છે. જ્યારે અન્ય લાભોમાં વિંક મ્યૂઝિક, 150 રૂપિયાનું ફાસ્ટેગ કેશબેક અને ફ્રી હેલોટ્યૂન્સ સામેલ છે. 


આ પણ વાંચોઃ Nokia એ C30 બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો, મળશે ફાસ્ટ પ્રોસેસર અને લોન્ગ લાસ્ટિંગ બેટરી


56 દિવસની વેલિડિટીવાળા રિલાયન્સ જીયો પ્રીપેડ પ્લાન
કિલાયન્સ જીયોના 444 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 56 દિવસની વેલિડિટીની સાથે 2જીબી ડેટા મળે છે. જો બે જીબી ડેટા પૂરો થઈ જાય તો તમને 64kbps ની સ્પીડ મળશે. આ રિચાર્જ પેકની સાથે તમને જીયો સિવાય અન્ય નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 એસએમેસ અને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 


2. જીયોના 399 રૂપિયાવાળા પેકની વેલિડિટી 56 દિવસની છે જેમાં દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. તમને કુલ 84 જીબી ડેટા મળે છે. ડેટાની લિમિટ પૂરી થયા બાદ સ્પીડ ઘટીને 64Kbps રહી જાય છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 100 એસએમએસ મળે છે. સાથે જીયો એપ્સનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 


આ પણ વાંચોઃ Jio નો નવો ધમાકો: માત્ર 2 રૂપિયામાં મળી રહ્યો છે 365 GB ડેટા, જાણો અન્ય કયા મળશે લાભ


56 દિવસની વેલિડિટીવાળા વોડાફોન-આઇડિયાના પ્રીપેડ પ્લાન
1. વોડાફોન આઇડિયાના 399 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં 56 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 1.5જીબી ડેટા મળે છે. તમને અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસ, વીઆઈ મૂવીઝ અને ટીવી સબ્સક્રિપ્શન મળે છે. તમે રાત્રે 12થી સવારે 6 સુધી કોઈ મર્યાદા વગર ડેટાનો આનંદ લઈ શકો છો. આ સિવાય પ્લાન વીકેન્ડ ડેટા રોલઓવરની સાથે આવે છે. 


2. વોડાફોન આઈડિયાના 449 રૂપિયાવાળો પ્લાન 56 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 4જીબી ડેટા મળે છે. સાથે તમને અનલિમિટેડ વોયસ કોલિંગ અને દરરોજ 100 એસએમએસની સુવિધા પણ મળે છે. અન્ય લાભમાં વીઆઈ મૂવીઝ અને ટીવી સબ્સક્રિપ્શન મળે છે. તમે રાત્રે 12થી સવારે 6 સુધી કોઈ મર્યાદા વગર ડેટાનો આનંદ લઈ શકો છો. આ સિવાય પ્લાન વીકેન્ડ ડેટા રોલઓવરની સાથે આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube