નવી દિલ્હીઃ વોડાફોન-આઈડિયા અને રિલાયન્સ જીયોની પાસે ગ્રાહકો માટે રિચાર્જ પ્લાનનું એક લાંબુ લિસ્ટ છે. બંને કંપનીઓના કેટલાક પ્લાન એવા છે, જે જોવામાં એક જેવા લાગે છે. Vodafone Idea અને Reliance Jio ગ્રાહકોને એક પ્લાન દ્વારા 84 દિવસ માટે દરરોજ 3 જીબી ડેટા ઓફર કરે છે. જો આપણે બંને પ્લાનની તુલના કરીએ તો બેનિફિટ્સના મામલામાં Vi બાજી મારે છે. આ પ્રીપેડ પ્લાન તે યૂઝર્સ માટે છે, જે વધુ ડેટાનો ઉપયોગ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vodafone Idea નો 901 રૂપિયાનો પ્લાન
વોડાફોન આઈડિયા 901 રૂપિયામાં 3GB ડેલી ડેટા પ્લાનની સાથે 84 દિવસની વેલિડિટી આપે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMS મળે છે. આ સાથે યૂઝર્સને  48GB નો બોનસ ડેટા પણ મળે છે. ખાસ વાત છે કે તમને એક વર્ષ માટે ડિઝ્ની+હોટસ્ટાર મોબાઇલની મેમ્બરશિપ પણ મળે છે. એટલું જ નહીં, પ્લાનમાં ત્રણ અન્ય સુવિધાઓ-વીકેન્ડ ડેટા રોલઓવર, બિંઝ ઓલ નાઇટ અને વીઆઈ મૂવીઝ એન્ડ ટીવીનું એક્સેસ પણ મળે છે.  


આ પણ વાંચોઃ Apple ના પૂર્વ કર્મચારીએ ખોલી iPhoneની પોલ! જણાવી દીધી આ તમામ Secret Tricks! તમે પણ જાણી લો


Reliance Jio નો 999 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જીયોના પ્લાનની કિંમત 999 રૂપિયા છે. તેમાં ગ્રાહકોને દરરોજ 3જીબી ડેટા અને 84 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં યૂઝર્સને ટોટલ 252 જીબી ડેટા મળે છે. તેમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMS તો આપવામાં આવે છે, પરંતુ vi ની જેમ કોઈ બોનસ ડેટા નથી. પ્લાનમાં યૂઝર્સને જીયો એપ્સ  (JioTV, JioCinema, JioSecurity, JioCloud)  નું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 


ક્યા પ્લાનમાં તમને ફાયદો?
જ્યારે તમે બંને કંપનીઓના પ્લાનમાં મળનાર બેનિફિટ્સની તુલના કરો છો તો, 84 દિવસ માટે  Vodafone Idea નો દરરોજ 3જીબી ડેટાવાળો પ્લાન જીયોથી આગળ નિકળી જાય છે. પ્રથમ કારણ છે કિંમત. વીઆઈ પ્લાન રિલાયન્સ જીયોની તુલનામાં 98 રૂપિયા સસ્તો છે. જીયો પ્લાનમાં વીકેન્ડ ડેટા રોલઓવર કે બિંઝ જેવા લાભ પણ નથી. આ સિવાય કેટલીક જીયો એપ્સનું સબ્સક્રિપ્શનને છોડીને કોઈ મોટા OTT સબ્સક્રિપ્શન સામેલ નથી. જ્યારે આ સુવિધાઓ વીઆઈ પ્લાનમાં મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube