નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો (Reliance Jio) ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ધમાકો કરવાની તૈયારીમાં છે. કંપની હવે 5G સ્માર્ટફોન લાવવાની છે. જિયો પોતાના પ્રથમ 5G ઇનેબલ્ડ ફોન જિયોફોન 5G (JioPhone 5G) પર કામ કરી રહ્યું છે. આ વાત એન્ડ્રોયડ સેન્ટ્રલના એક રિપોર્ટમાં કહેવામાં આવી છે. કંપનીનો JioPhone 5G આ વર્ષના અંત સુધી આવી શકે છે. પરંતુ હજુ જિયો 5જી સ્માર્ટફોન અને તેની લોન્ચ ડેટ વિશે કંપની તરફથી સત્તાવાર માહિતી સામે આવી નથી. એન્ડ્રોયડ સેન્ટ્રલના રિપોર્ટમાં JioPhone 5G ના સ્પેસિફિકેશન વિશે પણ જણાવવામાં આવ્યું છે. તો આવો જાણીએ જિયોનો 5જી સ્માર્ટફોન કેવો હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી સ્ક્રીનની સાથે ફોનમાં હશે 5,000 mAh ની બેટરી
JioPhone 5G માં 6.5 ઇંચની મોટી  HD+ સ્ક્રીન આપવામાં આવી શકે છે. ડિસ્પ્લેનું રેઝોલૂશન 1600X720 હોઈ શકે છે. જિયોના 5જી સ્માર્ટફોનમાં 4જી રેમ અને 32GB ની સ્ટોરેજ હોઈ શકે છે. ફોનનું મેમરી વધારવા માટે તેમાં માઇક્રો એસડી કાર્ડનો ઉપયોગ કરી શકાશે. સ્માર્ટફોનમાં 5,000 mAh ની બેટરી હશે અને તે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવી શકે છે. સિમ કાર્ડ ટ્રેમાં 2 સિમ કાર્ડ અને માઇક્રોએસડી કાર્ડ લગાવવાના સ્લોટ હશે. 


આ પણ વાંચોઃ 500GB થી વધુ ડેટા અને ફ્રી કોલિંગનો ફાયદો, Reliance Jio ના આ પ્લાનમાં મળશે 11 મહિનાની વેલિડિટી


ફોનના બેકમાં હશે 13 મેગાપિક્સલનો મેન કેમેરો
એન્ડ્રોયડ સેન્ટ્રલના રિપોર્ટ પ્રમાણે જિયોફોન 5G માં ક્વાલકોમ સ્નેપડ્રેગન 480 5જી ચિપસેટ આપવામાં આવી શકે છે. સ્માર્ટફોનમાં મેન કેમેરો 13 મેગાપિક્સલનો હશે. આ સિવાય ફોનના બેકમાં 2 મેગાપિક્સલનો કેમેરો હશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8 મેગાપિક્સલનો કેમેરો હશે. સાથે ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ હશે. JioPhone 5G એન્ડ્રોયડ 11 આઉટ ઓફ ધ બોક્સના કસ્ટમાઇઝ્ડ વર્ઝન પર ચાલશે. ફોનમાં યૂઝર્સને MyJio, JioTV, JioCinema અને  JioSaavan જેવી સર્વિસ મળશે. જિયો ફોન 5G ને હજુ પ્રોટોટાઇપિંગ સ્ટેજમાં એન્ટર કરવાનું છે. 


આટલી હોઈ શકે છે JioPhone 5G ની કિંમત
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે JioPhone Next ની જેમ કંપની JioPhone 5G માં અફોર્ડેબિલિટી પર ફોકસ કરે છે. જિયો પોતાના 5G સ્માર્ટફોનને 9,000-12,000 રૂપિયાની પ્રાઇઝ રેન્જમાં લોન્ચ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube