Reliance આ તારીખે લોન્ચ કરશે ભારતનો સૌથી સસ્તો JioPhone 5G! જાણો કિંમત અને ફીચર્સ
રિલાયન્સની એજીએમ દર વર્ષે નવો ધમાકો કરે છે, આ વર્ષે પણ વાર્ષિક સાધારણ સભામાં ભારતના સૌથી સસ્તા JioPhone 5G ને લોન્ચ કરવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ ભારતીય ટેલિકોમ બજારની દિગ્ગજ કંપની રિલાયન્સ જિયોના સસ્તા JioPhone 5G ની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 28 ઓગસ્ટે પોતાની 46મી વાર્ષિક સાધારણ સભા આયોજીત કરવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રસંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી કંપનીનો નવો સ્માર્ટફોન JioPhone 5G લોન્ચ કરી શકે છે. 5જી સ્માર્ટફોનની સાથે અન્ય પ્રોડક્ટ્સ પણ લોન્ચ કરી શકાય છે. પરંતુ કંપની તરફથી હજુ સત્તાવાર કોઈ જાણકારી આપવામાં આવી નથી. નોંધનીય છે કે રિલાયન્સ તરફથી પાછલી એજીએમ દરમિયાન જિયો 4જી ફોન સિવાય વીઆર હેડસેટ જેવી અન્ય ડિવાઇસનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ક્રમમાં JioPhone 5G ના લોન્ચિંગની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
કેટલી હશે JioPhone 5G ની કિંમત
JioPhone 5G ને લઈને કેટલાક લીક્સ સામે આવ્યા છે, તે અનુસાર તેની કિંમત ઓછી હોઈ શકે છે. લીક્સ પ્રમાણે કંપની 10000થી ઓછા એટલે કે 8 હજાર રૂપિયાથી 10 હજાર રૂપિયાની પ્રાઇઝ બેન્ડમાં ફોન લોન્ચ કરી શકે છે. પરંતુ કંપનીએ હજુ આ વિશે જાણકારી આપી નથી. જો કંપની આ પ્રાઇઝ બેન્ડમાં ફોન લોન્ચ કરે તો તે ભારતનો સૌથી સસ્તો 5જી ફોન હોઈ શકે છે.
આ પણ વાંચોઃ જિયોની 90 દિવસની વેલિડિટી સાથે ધમાકેદાર ઓફર, મળશે 180GB ડેટા અને અન્ય લાભ
JioPhone 5G ના સંભવિત ફીચર્સ
જિયોનો આ ફોન ગીકબેંચ વેબસાઇટ પર જોવા મળી ચુક્યો છે. અહીં પર ફોનનો મોડલ નંબર Jio LS1654QB5 છે. લિસ્ટિંગથી ખ્યાલ આવે છે કે જિયો ફોનના બેસ વેરિએન્ટમાં કંપની 4જીબી રેમ આપી શકે છે. રિલાયન્સ જિયોએ પાછલા વર્ષે ક્વાલકોમની સાથે ભાગીદારી કરી છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે JioPhone 5G માં સ્નેપડ્રેગન ચિપસેટ મળી શકે છે. તો આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 480+ પ્રોસેસર આપવામાં આવી શકે છે. ફોન એન્ડ્રોયડ 13 ઓએસ સાથે આવી શકે છે.
કેમેરા અને સ્ક્રીન
ફોનમાં 13 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા અને સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો મળી શકે છે. તેમાં 6.5 ઇંચની HD+ LCD 90Hz સ્ક્રીન આપી શકાય છે. તેમાં 5000mAh ની બેટરી અને 18W ચાર્જિંગ સપોર્ટ આપી શકાય છે. રિલાયન્સે હજુ સુધી ભારતીય માર્કેટમાં 5જી પ્લાન્સની જાહેરાત કરી નથી. એજીએમ મીટિંગમાં 5જી પ્લાન્સને લઈને જાહેરાત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube