નવી દિલ્હી: KaiOS તે ઉપયોગકર્તાઓ માટે સૌથી સારી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે જે પૂર્ણ સ્માર્ટફોનનો અનુભવ ઇચ્છતા નથી અને વધુ પાવર અને સરળ ફીચર ફોન પસંદ પસંદ કરે છે. જેમ કે  JioPhone અને Nokia હેન્ડસેટ દ્વારા રજૂ કરવામાં આવે છે. આ ફોન વોટ્સએપ મેસેજ મોકલવા, વેબ બ્રાઉઝ કરવા અને હેડ્સ-ફ્રી ઓપરેશન માટે વોઇસ કમાન્ડનો ઉપયોગ કરવાની ક્ષમતા સાથે આવે છે. એક તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે  KaiOS એ વોઇસ કમાન્ડના ઉપયોગના માધ્યમથી ટેક્સ મેસેજ અને કોલ કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે. જે ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનાર ફોનને પ્રભાવિત કરી શકે છે. જેમાં સૌથી ઉલ્લેખનીય JioPhone અને Nokia છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે નહી કરી શકો આ બે કામ
9to5Google ના એક રિપોર્ટ અનુસાર KaiOS પર ચાલનાર ફોન WhatsApp, YouTube, Facebook, Google મેપ્સ અને KaiStore પરથી એક હજારથી વધુ અન્ય એપ ચલાવવામાં સક્ષમ છે, પરંતુ Google સહાયક પર નિર્ભર એક મહત્વપૂર્ણ સુવિધા હવે ઉપલબ્ધ નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે KaiOS ડિવાઇસની એક વાઇડ રેંજ એપ્રિલના મધ્યથી કોલ કરવા અથવા ટેકસ્ટ સંદેશ મોકલવા માટે સહાયક સુવિધાનો ઉપયોગ કરવામાં અસમર્થ રહી છે. જેમાં નોકિયા દ્વારા બનાવવામાં આવેલા ઘણ સ્માર્ટ ફીચર ફોન પણ સામેલ છે.  

Sidharth Shukla Death: એક્ટર સિદ્ધાર્થ શુક્લાના નિધન પછીના પ્રશ્નો, નાની ઉંમરમાં કેમ આવે છે હાર્ટ એટેક?


KaiOS પર ચાલી શકે છે ગૂગલની આ સુવિધાઓ
KaiOS ચાલનાર ઉપકરણો પર Google સહાયક એંડ્રોઇડ ડિવાઇસ પર તમામ સુવિધાઓનું સમર્થન કરતા નથી, પરંતુ યૂઝર ડિવાઇસ સુવિધાઓને ચાલૂ કરી શકે છે. વોલ્યૂમને નિયંત્રણ કરી શકે છે, યૂટ્યૂબ વીડિયો, Google સર્ચ કરી શકે છે અને Google મેપ્સ પર સ્થળોને જોઇ શકે છે. જોકે પહેલાંથી સમર્થિત બે સુવિધાઓ, વોઇસ કમાન્ડથી ટેક્સ મેસેજ મોકલવા અને અન્યને કોલ કરવા હાલમાં KaiOS વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ નથી. જેમકે યૂઝર હવે વોઇસ કમાન્ડ પર કોલ અથવા મેસેજ કરવા માટે કહેશે તો આસિસ્ટન્ટ હવે માફી માંગશે. 

CNG કારની ઇચ્છા છે, આ છે સૌથી સસ્તી ગાડીઓ; માઇલેજ પણ દમદાર


JioPhone Next ખરીદનારાને ચિંતા કરવાની જરૂર નહી
જે લોકો આગામી JioPhone Next ને ખરીદવાનું વિચારી રહ્યા છે, તેમને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે જિયોફોન નેક્સસ્ટ એક સ્માર્ટફોન છે અને ફીચર ફોન નથી. આ એંડ્રોઇડ ગો ચલાવશે. જે ટ્રિમ ડાઉન સુવિધાઓ અને સેવાઓ સાથે એંડ્રોઇડનું હળવી એડિશન છે.  JioPhone નેકસ્ટ યૂઝર્સ KaiOS માં આ ફેરફારથી અપ્રભાવિત રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube