નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોની પાસે અલગ-અલગ કિંમતમાં અનેક પ્રીપેડ પ્લાન હાજર છે. દરેક ગ્રાહક ઈચ્છે છે કે તેને ઓછી કિંમતમાં વધુ વેલિડિટીવાલો પ્લાન મળે. આજે અમે તમને રિલાયન્સ જિયોના આવા એક પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે તમને 400 રૂપિયાથી ઓછી કિંમતમાં 84 દિવસની વેલિડિટી ઓફર કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્લાનની કિંમત 395 રૂપિયા છે. ધ્યાન આવવા જેવી વાત છે કે આ પ્લાન વધુ લોકોને દેખાતો નથી. હકીકતમાં જિયો વેબસાઇટ પર આ પ્રીપેડ પ્લાનને થોડો છુપાવીને રાખવામાં આવ્યો છે. આ પ્લાનને શોધવા માટે તમારે વેલ્યૂ કેટેગરીમાં જવુ પડશે. આ કારણે અમે તેને છુપા રૂસ્તમ પ્લાન ગણાવ્યો છે. 


જિયોનો 395 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયોના 400 રૂપિયાથી ઓછી કિંમતના આ પ્લાનમાં તમને 84 દિવસની વેલિડિટી મળે છે. 84 દિવસની વેલિડિટીવાળો આ જિયોનો સૌથી સસ્તો પ્લાન છે. તેમાં તમને 6જીબી ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે 100 એસએમએસ મોકલવાની સુવિધા મળે છે. આ સિવાય જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવે છે. 


આ પણ વાંચોઃ કામવાળી સાથે કચકચ ન કરવી હોય તો લઈ આવો આ મશીન


Airtel-Vi નો પ્લાન
આ પ્રકારની સુવિધાઓ સાથે જ્યાં એરટેલના પ્લાનની કિંમત 455 રૂપિયા છે તો વોડાફોન-આઈડિયા 459 રૂપિયામાં આ સુવિધા આપી રહ્યું છે. આ બંને પ્લાન 84 દિવસ માટે 6 જીબી ડેટા અને વોઇસ કોલિંગની સુવિધા આપી રહ્યાં છે. એરટેલના પ્લાનમાં કુલ 900 એસએમએસ અને વોડાફોન-આઈડિયાના પ્લાનમાં 1000 એસએમએસ આપવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube