આજના સમયમાં રોબોટિક એન્જિનિયરિંગ કારકિર્દી બનાવવા માગતા યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. રોબોટિક એન્જિનિયરિંગ તે ઘણી બધી શાખાઓથી બનેલી છે. જેમ કે કમ્પુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક એન્જિનિયર અને મિકેનિકલ એન્જિનિયર, કન્સ્ટ્રકશન, પાવર સપ્લાય, માહિતી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોબોટિક એન્જિનિયરિંગ એક એવો કોર્સ છે, જેની વર્તમાન સમયમાં માંગ ઘણી વધી ગઈ છે. નોકરી અને નફાની દૃષ્ટિએ પણ આ કોર્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, આ સમાચાર દ્વારા, અમે તમને જણાવીશું કે આ કોર્સ કરવા માટે તમારે કઈ લાયકાત હોવી જોઈએ અને તમે તેમાં કેવી રીતે કારકિર્દી બનાવી શકો છો.


રોબોટિક એન્જિનિયરિંગ એક એવો કોર્સ છે. કેમ કે હાલના સમયમાં તેવી ખૂબ જ માગ છે. નોકરી અને ઉંચા પગારની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાણો રોબોટિક એન્જિનિયરિંગ કરવા માટે શું લાયકાત જોઈએ. અને તમે તેમાં કેવી રીતે કારકિર્દી બનાવી શકો છો.

કોઠા સૂઝથી 10 વિધા જમીનમાં સારી ખેતી કરો તો નોકરી પણ જખ મારે!


શું હોય છે રોબોટિક એન્જિનિયરિંગ
રોબોટિક એન્જિનિયરિંગ એટલે કે એક પ્રકારનું ઓટોમેટિક મેકેનિકલ ડિવાઇસ છે. જે મ્પ્યુટર પ્રોગ્રામિંગ અથવા મશીન પ્રોગ્રામિંગ લેંગ્વેજની મદદથી કામ કરે છે. આ સિસ્ટમમાં સેન્સર, કંટ્રોલ સિસ્ટમ, પાવર સપ્લાય અને સોફ્ટવેર જેવી વસ્તુઓ એકસાથે કામ કરે છે.  રોબોટિક એન્જિનિયરિંગ તે ઘણી શાખાઓથી બનેલું છે. 


રોબોટિક એન્જિનિયરિંગ માટે લાયકાત શું છે? 
રોબોટિક એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવા માગતા યુવાનોને વિજ્ઞાન પ્રવાહમાંથી 12મું ધોરણ કરવું પડશે. ત્યાર બાદ તમે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, બીઈ અથવા તો  કમ્પ્યુટર સાયન્સ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈ શકો છો. તે જ સમયે બેચલર ડિગ્રી પૂર્ણ કર્યા પછી તમે રોબોટિકમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી શકો છો. અને આ ક્ષેત્રમાં સારી કારકિર્દી બનાવવા માટે તમારી પાસે લેક્ટ્રિકલ, મિકેનિકલ અને કોમ્પ્યુટર સાયન્સ સંબંધિત સારું જ્ઞાન હોવું જરૂરી છે. રોબોટિક કોર્સ એક પ્રકારનો લાંબા ગાળાનો સંશોધનલક્ષી કોર્સ છે. તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક, એડવાન્સ રોબોટિક્સ સિસ્ટમ્સ જેવા આ ક્ષેત્રને લગતા કેટલાક ટૂંકા ગાળાના કોર્સ કરીને પણ કારકિર્દી બનાવી શકો છો.
 
75 કરોડના ખર્ચે બનેલા ભુજોડી બ્રિજમાં 3 માસમાં જ પડી તિરાડો, વિડિયો થયો વાયરલ

શું ખાસ હોય છે રોબોટિક એન્જિનિયરિંગના કોર્સમાં
રોબોટિક અને ઓટોમેશન એન્જિનિયરિંગ કર્યા બાદ તમારી પાસે નોકરીની અસંખ્ય તકો છે. આ કોર્સ કર્યા પછી તમે રોબોટ સંશોધન અને વિકાસ, રોબોટ ઉત્પાદન અને પરીક્ષણ, ગુણવત્તા નિયંત્રણ ક્ષેત્રે કામ કરી શકો છો. તમે રોબોટિક એન્જિનિયર, રોબોટિક સાયન્ટિસ્ટ, ટેકનિશિયન તરીકે કામ કરી શકો છો. અને  તે જ સમયે રોબોટિકમાં માસ્ટર ડિગ્રી કરી રહેલા વિદ્યાર્થીઓ ISRO અને NASA જેવી અવકાશ સંશોધન સંસ્થાઓમાં જઈ શકે છે. નાસા ઉપરાંત આ ક્ષેત્રના ઉમેદવારોને અન્ય ઘણા ખાનગી ઉદ્યોગો, ઓટોમોબાઈલ અને ઔદ્યોગિક સાધનોમાં નોકરીની તકો મળે છે. આ સિવાય તમે ઈચ્છો તો સેફ્ટી રોબોટિક જેવા કે મિલિટરી અથવા બોમ્બ ડિએક્ટિવેશન રોબોટિક્સ ક્ષેત્રે પણ કારકિર્દી બનાવી શકો છો. આ સ્થળોએ તમારે રોબોટિક્સ પ્રોગ્રામર, રોબોટિક્સ ડિઝાઇન એન્જિનિયર, રોબોટિક્સ સિસ્ટમ એન્જિનિયર, રોબોટ ટેસ્ટ એન્જિનિયર, ઓટોમેટેડ પ્રોડક્ટ ડિઝાઇન એન્જિનિયર જેવી જોબ પ્રોફાઇલ્સ પર કામ કરવું પડશે. 


રોબોટના પ્રકાર
1.ઔદ્યોગિક રોબોટ
2.હોમ યુઝ રોબોટ
3.તબીબી રોબોટ
4.લશ્કરી રોબોટ
5.મનોરંજન રોબોટ
6.અવકાશ રોબોટ


આ સંસ્થાઓ રોબોટિક એન્જિનિયરિંગ માટે વધુ સારી છે
જો તમે રોબોટિક એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવા માંગો છો,.તો તમે નીચે આપેલી આ સંસ્થાઓ પસંદ કરી શકો છો. આ કોર્સ માટે આ કેટલીક મોટી સંસ્થાઓ છે.
IITહૈદરાબાદ
IIT કાનપુર
IIT મુંબઈ
IIT ગુવાહાટી
આઈઆઈટી દિલ્હી
IIT મદ્રાસ
IIT રૂરકી
જાદવપુર યુનિવર્સિટી
હૈદરાબાદ યુનિવર્સિટી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube