જો તમે કોમ્પ્યુટર પર કામ કરો છો, તો આ સમાચાર તમારા માટે જરૂરી છે
શું તમે તમારા કોમ્પ્યુટર પર કામ કરવાના લીધે માથાના અથવા ગરદન તથા પીઠના દુખાવાથી પીડાવ છો? તમારા બેસવાની રીત દર્દમાંથી બચાવવામાં મદદ કરી શકે છે. કોમ્પ્યુટરને ખૂબ નજીકથી માથું નમાવીને જોવાથી ગરદન પર દબાણ પડે છે, તેનાથી થાક, માથામાં દુખાવો, એકાગ્રતામાં ઘટાડો, માંસપેશીઓના તણાવમાં વધારો વધુ સમય સુધી કામ કરવાથી મેરૂદંડમાં ઘા પડી શકે છે.
ન્યૂયોર્ક: શું તમે તમારા કોમ્પ્યુટર પર કામ કરવાના લીધે માથાના અથવા ગરદન તથા પીઠના દુખાવાથી પીડાવ છો? તમારા બેસવાની રીત દર્દમાંથી બચાવવામાં મદદ કરી શકે છે. કોમ્પ્યુટરને ખૂબ નજીકથી માથું નમાવીને જોવાથી ગરદન પર દબાણ પડે છે, તેનાથી થાક, માથામાં દુખાવો, એકાગ્રતામાં ઘટાડો, માંસપેશીઓના તણાવમાં વધારો વધુ સમય સુધી કામ કરવાથી મેરૂદંડમાં ઘા પડી શકે છે.
ઈનકમ ટેક્સ ઓફિસર વીણી-વીણીને વસૂલશે ટેક્સ, હોશિયારી બતાવશો તો થશે FIR
શોધકર્તાઓનું કહેવું છે કે તેનાથી માથું ઝુકાવવાની ક્ષમતામાં નબળાઇ આવી શકે છે. સૈન ફ્રાંસિસ્કો સ્ટેટ યૂનિવર્સિટીના સહાયક ઈરિક પેપરે કહ્યું કે 'જ્યારે તમારી બેસવાની પદ્ધતિ સીધી હોય છે, તો તમારી પાછળની માંસપેશીઓ તમારા માથા તથા ગરદનના ભારને સહારો આપે છે.
પેપરે કહ્યું કે ''જ્યારે તમે માથાને 45 ડિગ્રીના ખૂણે આગળ કરો છો તો તમારી ગરદન એક આધારની માફક કાર્ય કરે છે, આ એક લાંબા લીવરને ભારે વસ્તુ ઉપાડવા જેવું છે. હવે તમારા માથા તથા ગરદનનું વજન લગભગ 45 પાઉન્ડ બરાબર હોય છે. એટલા માટે ખભા તથા પીઠમાં દુખાવો, ગરદનમાં ચોટી જાય છે તેમાં આશ્વર્યની વાત નથી.