ઝી બ્યૂરો, અમદાવાદઃ આજના આધુનિક યુગમાં દિન-પ્રતિદિન ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. સુપરફાસ્ટ યુગમાં ટાઈપિંગ મહત્વનું ભાગ બની ગયો છે. મોટા ભાગના લોકોની ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ ટાઈપિંગથી જ થતી હોય છે. કોઈના કોઈ રીતે આજે દરેક વ્યક્તિને ટાઈપિંગ કરવાની જરૂર પડતી હોય છે. ત્યારે ટાઈપિંગ અંગેનું જ્ઞાન પણ જરૂરી છે નહિ તો હેરાન થવાનો વારો આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલીકવાર એવું બને છે કે મહત્વપૂર્ણ કામ કરતી વખતે આપણા કોમ્પ્યુટર અથવા લેપટોપનો કીબોર્ડ ખરાબ થઈ જાય છે. જેના કારણે આપણે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ આ સમસ્યાને ઓન-સ્ક્રીન કીબોર્ડ દ્વારા દૂર કરી શકાય છે. ફક્ત આ જ નહીં પરંતુ આ સિવાય પણ અનેક ઉપાય છે જેનાથી તમારું કામ નહીં અટકે, તો આવો જાણીએ કેવી રીતે કીબોર્ડ વગર ટાઈપિંગ કરી શકાશે.


સ્ક્રીન(Screen) કીબોર્ડથી કરી શકશો ટાઈપિંગ:
જો તમારું કીબોર્ડ ખરાબ થઈ ગયું છે તો લખાણ માટે તમારી પાસે સ્ક્રીન કીબોર્ડનું ઓપશન છે. જેના માટે તમારે સૌથી પહેલાં મેનૂ પર જવું પડશે. જેમાં તમને સેટિંગનો ઓપશન દેખાશે જેના પર ક્લિક કરો. ક્લિક કરતા જ તમને ઘણા ઓપશન દેખાશે જેમાં તમે  Ease of Access પર ક્લિક કરો. જેથી તમને ઓન-સ્ક્રીન કીબોર્ડનો વિકલ્પ મળશે. જેમાં તમે માઉસની મદદથી ટાઈપિંગ કરી શકશો.


બોલીને પણ ટાઈપિંગ કરી શકો છો:
કીબોર્ડ ખરાબ થઈ જાય તો માઉસથી ટાઈપિંગ કરી શકાય છે પરંતુ જો તમને માઉસથી ટાઈપિંગ કરવાનું નથી પસંદ તો તમે બોલીને પણ ટાઈપિંગ કરી શકો છો. જેના માટે તમારે વોઈ VoiceNote II – Speech to text ડાઉનલોડ કરવું પડશે. એપ્લિકેશનની મદદથી તમે બોલીને પણ ટાઈપિંગ કરી શકો છો. 


લોકડાઉનમાં ડિજિટલ ડિવાઈસનું વેચાણ વધ્યું:
કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ, વર્ક ફોર્મ હોમ વધ્યું છે. જેથી ડિજિટલ ઉપકરણોનો વપરાશ પણ વધ્યો છે.કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, વેબકેમ, ટેબ્લેટ્સની માગમાં ખુબ જ વધારો નોંધાયો હતો. જેથી તમામ ઉપકરણોની કિંમતમાં પણ 10 ટકા સુધોનો વધારો જોવા મળ્યો હતો.