Kia Carens Sales: Maruti Suzuki Ertiga દેશમાં સૌથી વધુ વેચાતી 7 સીટર MPV પૈકીની એક છે. તેને તેની સસ્તી કિંમત અને CNGમાં ઉપલબ્ધ ઉત્તમ માઇલેજ માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પરંતુ Kiaની હાજરી MPV Ertiga માટે સમસ્યા ઊભી કરતી હોય તેવું લાગે છે. Kia Carens MPVએ ભારતમાં 1 લાખથી વધુ યુનિટનું વેચાણ નોંધાવ્યું છે. કિયા કેરેન્સને આ આંકડો પાર કરવામાં માત્ર 16 મહિનાનો સમય લાગ્યો હતો. સેલ્ટોસ પછી કંપની માટે તે બીજી સફળ પ્રોડક્ટ બની રહી છે. કંપનીએ ફેબ્રુઆરી 2022માં Kia Carens લોન્ચ કરી હતી. કેરેન્સે પાંચ મહિનામાં (જાન્યુઆરી-મે 2023) 32,724 યુનિટ્સનું વેચાણ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં આ MPVની સફળતાનો પુરાવો 14 જાન્યુઆરી, 2022થી શરૂ થયેલા બુકિંગના શરૂઆતના થોડા દિવસોમાં જોવા મળ્યો. તેને પ્રથમ 24 કલાકમાં 7,738 બુકિંગ મળ્યા હતા અને 10 માર્ચ સુધીમાં બુકિંગ 50,000ના આંકને વટાવી ગયું હતું.


એન્જિન અને સેફ્ટી
કેરેન્સને  એન્જિન વિકલ્પો (1.5L પેટ્રોલ, 1.4L ટર્બો-પેટ્રોલ, 1.5L ડીઝલ) અને ટ્રાન્સમિશન વિકલ્પો સાથે પાંચ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવી હતી. દાવો કરેલ માઇલેજ પેટ્રોલ વેરિઅન્ટ માટે 16.5kpl અને ડીઝલ વેરિઅન્ટ માટે 21.5kpl છે.



કિંમત અને વેરિઅન્ટ
કિંમત વિશે વાત કરીએ તો, તે 21 વેરિઅન્ટમાં આવે છે. કિંમતો રૂ. 899,000 (1.5L પેટ્રોલ, મેન્યુઅલ) થી રૂ. 16.99 લાખ (1.4L ટર્બો-પેટ્રોલ લક્ઝરી પ્લસ DCT 7-સીટ) સુધીની છે. 


કેરેન્સમા 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે જેમાં સંપૂર્ણ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, 64-કલર એમ્બિયન્ટ લાઇટિંગ, એર પ્યુરિફાયર, બીજી અને ત્રીજી હરોળ માટે એસી વેન્ટ્સ, વાયરલેસ ચાર્જિંગ, યુએસબી ટાઇપ-સી પોર્ટ, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ અને બોસ દ્વારા પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવેલ છે.


આ પણ વાંચો:
Video: મુંબઈનું રેલવે સ્ટેશન વરસાદના કારણે બન્યું સ્વિમિંગ પૂલ, લોકોએ માર્યા ધુબાકા
રાશિફળ 09 જુલાઈ: આજે કન્યા રાશિને ગ્રહોની શુભ સ્થિતિને કારણે મોટી રકમ મળશે
ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube