10-Seater Car- Force Citiline: સામાન્ય રીતે તમે માત્ર 5-સીટર, 6-સીટર અથવા 7-સીટર કાર વિશે સાંભળ્યુ હશે પરંતુ ભારતીય બજારમાં 10-સીટર કાર પણ ઉપલબ્ધ છે. અમે ફોર્સ સિટીલાઇન(Force Citiline) વિશે વાત કરી રહ્યા છીએ. તે કંપનીના ફોર્સ ટ્રેક્સ ક્રુઝરનું અપડેટેડ વર્ઝન છે અને તે 10-સીટર લેઆઉટ સાથે આવે છે. બધી સીટો આગળની તરફ છે, જેના કારણે તમને ટેક્સીનો અનુભવ નહીં થાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીટીંગ લેઆઉટ
ફોર્સ સિટીલાઈનમાં ડ્રાઈવર સહિત 10 લોકો બેસી શકે છે. એટલે કે ડ્રાઈવર સિવાય 9 લોકો બેસી શકે છે. 7-સીટર કારમાં તમને 3 રો મળે છે પરંતુ ફોર્સ સિટીલાઇનમાં તમને 4 રો મળે છે જેથી 10 લોકો બેસી શકે. તેમાં પહેલી રોમાં 2, બીજી રોમાં 3, ત્રીજી રોમાં 2 અને ચોથી રોમાં 3 લોકો બેસી શકે છે. તેની પ્રારંભિક કિંમત રૂ. 16.5 લાખ (એક્સ-શોરૂમ) છે.



સાઈઝ અને એન્જીન
ફોર્સ સિટીલાઇન કદમાં ખૂબ મોટી છે. તેની લંબાઈ 5120mm, પહોળાઈ 1818mm, ઊંચાઈ 2027mm, વ્હીલબેઝ 3050mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 191mm છે. તેની ફ્રન્ટ ડિઝાઇન ટાટા સુમો જેવી લાગે છે. તેમાં 2.6 લિટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 91 હોર્સપાવર અને 250 Nm આઉટપુટ આપે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. કારનું વજન 3140 કિલોગ્રામ છે. તેમાં 63.5 લીટરની ફ્યુઅલ ટેન્ક છે.


ઈન્ટીરીયર અને ફીચર્સ
તેમાં પાવરફુલ ડ્યુઅલ એર કન્ડીશનીંગ, સેન્ટ્રલ લોકીંગ પાવર વિન્ડો, મલ્ટીપલ યુએસબી ચાર્જીંગ પોર્ટ, રીઅર પાર્કીંગ સેન્સર, બોટલ હોલ્ડર્સ અને લગેજ સ્ટોરેજ માટે ફોલ્ડીંગ લાસ્ટ રો સટો જેવા ફીચર્સ મળે છે. 


આ પણ વાંચો:
મેઘરાજા ગુજરાતને ઘમરોળવા માટે ફરી તૈયાર, જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
Dhan Labh: શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો આ છોડ, જેમ વધશે છોડ તેમ ઘરમાં વધશે રૂપિયા
Budh Uday 2023: 7 દિવસ પછી બુધનો થશે ઉદય આ 3 રાશિ માટે ખુલી જશે કુબેરનો ખજાનો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube