Aadhaar Card: જો કોઈ વ્યક્તિનું બેંક ખાતું છે અને તે ઓનલાઈન બેંકિંગ વ્યવહારો કરતો નથી, તો તેની પાસે બેંક શાખામાં જઈને અથવા ATMની મદદથી તેમના બેંક ખાતામાં નાણાં જાણવાનો વિકલ્પ છે. જો કે હવે કોઈપણ બેંક ખાતુ ખોલવા માટે આધાર કાર્ડ જરૂરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંક બેલેન્સ ચકાસો
ભારતમાં આજે આધારકાર્ડ એક મહત્વનો દસ્તાવેજ બની ગયો છે. આ આધારકાર્ડથી ભારતમાં ઘણા બધા કામ થાય છે. જો તમારે બેંક ખાતું ખોલાવવુ હોય તો પણ આધારકાર્ડની જરૂર તો પડે જ છે. આધારકાર્ડની મદદથી ઘણા કામ હાથોહાથ થઈ જાય છે. એટલું જ નહીં આધારકાર્ડથી લોકોના ઘણા કામો હવે સરળતાથી થવા લાગ્યા છે. ત્યારે જો હવે તમારે તમારું બેંક બેલેન્સ જાણવું હોય તો તે પણ આધારકાર્ડથી જાણી શકાય છે. તે માટે અમુક સ્ટેપ્સ છે, જે ફોલો કરવા પડશે. 


આ પણ વાંચો:


ગજબ! વિજળી વિના ચાલે છે ચાલે છે આ પંખા, ઉનાળામાં ACની માફક ઠંડો કરી દે છે રૂમ


ChatGPTની નકલી એપ તો નથી કરીને ડાઉનલોડ? તુરંત જ કાઢી નાખો, નહીં તો લેવા ના દેવા પડશે


આધારકાર્ડ
જો કોઈ વ્યક્તિ બેંકમાં ખાતું ધરાવે છે અને તે ઓનલાઈન બેંકિંગ વ્યવહારો કરતો નથી, તો તેની પાસે બેંક શાખામાં જઈને અથવા તો ATMની મદદથી બેંક બેલેન્સ જાણવાનો વિકલ્પ છે. જો કે હવે કોઈપણ બેંક ખાતુ ખોલવા માટે આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડમાં ઘણી બધી માહિતી નોંધાયેલી હોય છે. જો કે ભારતના મોટાભાગના લોકોને એ વાતની જાણ નથી કે તેઓ આધાર કાર્ડની મદદથી પણ બેંક બેલેન્સ ચેક કરી શકે છે.


બેંક
હવે બેંક બેલેન્સ ચેક કરવા માટે પણ આધાર કાર્ડનો ઉપયોગ કરી શકાશે. આધાર કાર્ડને બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર સાથે પણ લિંક કરવામાં આવ્યું છે. ત્યારે હવે ઘરે બેઠા આધાર કાર્ડની મદદથી પણ બેંક બેલેન્સની માહિતી મેળવી શકાય છે. આ માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. ચાલો જાણીએ કે આધાર કાર્ડની મદદથી બેંક બેલેન્સ કેવી રીતે ચેક કરી શકાય છે.


આ પણ વાંચો:


DTH રિચાર્જની વધી શકે છે કિંમતો, આ રિપોર્ટમાં કરવામાં આવ્યો દાવો


FASTagનું રિચાર્જ કરતા પહેલા થઈ જાઓ સાવધાન, એકાઉન્ટમાંથી ઉડી ગયા રૂપિયા


આ સ્ટેપ્સ ફોલો કરો
-રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી *99*99*1# પર કોલ કરો.
- પછી તમારો આધારકાર્ડ નંબર દાખલ કરો.
- જે પછી આધારકાર્ડ નંબર ફરીથી નાંખવો પડશે અને તેને વેરિફાઈ કરવો પડશે.
- આટલી પ્રોસેસ કર્યા પછી બેંક બેલેન્સ સાથેનો SMS મળી જશે.