નવી દિલ્લીઃ જો તમારે કાર લેવી હોય તો બાજરમાં તમારા માટે અનેક ઓપ્શન છે. પેટ્રોલ અને ડિઝલની સાથે હવે સીએનજી અને ઈલેક્ટ્રિક કારનું ચલણ વધી રહ્યું છે. સીએનજી કાર પણ લોકોને પસંદ આવી રહી છે. આજે અમે તમને એ જણાવીશું કે આ તમામ પ્રકારની કારના શું ફાયદા અને શું નુકસાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલ કાર-
વર્ષોથી ભારતીય બજારમાં પેટ્રોલ કારનું ચલણ છે. આ કાર લોકોની પહેલી પસંદ બની છે. પેટ્રોલ મોડેલમાં તમને એકથી ચડિયાતી એક કાર મળી જાય છે. પરંતુ તેની કિંમતને જોતા લોકો થોડા પાછા પડે છે. જો તમે પેટ્રોલ કાર લો છો તો તે અન્ય કારની તુલનામાં વધુ ખર્ચો કરાવે  છે. અને તેનાથી પર્યાવરણને પણ નુકસાન થાય છે. જેથી લોકો ઈલેક્ટ્રિક કારને પસંદ કરી રહ્યા છે.


ડિઝલ કાર-
ડિઝલથી ચાલતી કાર ભારતીય બજારમાં અનેક છે. જો તમે એક સારા પાવર પેક પ્રદર્શન સાથેની કારની શોધમાં છો તો, તમે ડિઝલથી ચાલતી કાર લઈ શકો છો. ડિઝલ એન્જિન કાર લોંગ ડ્રાઈવ માટે સારી પડે છે. પરંતુ આ કાર પેટ્રોલ કાર કરતા મોંઘી હોય છે. તેની સર્વિસ પણ મોંઘી પડે છે.


CNG કાર-
પેટ્રોલ અને ડિઝલની સરખામણીમાં લોકો સીએનજીને સારો વિકલ્પ માને છે. આ જ કારણ સીએનજી કારના વેચાણમાં આખા દેશમાં વધારો થયો છે. સીએનજી કારને ચલાવવાનો ખર્ચો ઓછો આવે છે. મેઈટેઈનન્સ ઓછું આવે છે અને જરૂર પડે ત્યારે તેને પેટ્રોલમાં સ્વિચ કરી શકાય છે. અન્ય કારની સરખામણીમાં સીએનજી કાર વધારો સાફ હોય છે.