How to Avoid Smartphone Blast by Simple Tips: તમે એવુ સમાચારોમાં વાંચ્યુ જ હશે કે સ્માર્ટ ફોન બ્લાસ્ટ થયા છે અને તેમાં લોકો ઘાયલ થયા છે. આ કારણે લોકો સ્માર્ટફોન બહુ સમજી વિચારીને ખરીદે છે. જોકે, દરેક વખતે મોબાઈલ બ્લાસ્ટ થવા પાછળ ટેકનિકલ કારણ નથી હોતું. અનેકવાર એવુ પણ બન્યુ છે કે, યુઝર્સની ભૂલને કારણે મોબાઈલ ફાટે છે. આ બાબત બહુ જ ગંભીર છે. આ ગંભીરતા સમજીને આજે અમે તમને એવી ટિપ્સ જણાવી રહ્યાં છે, જેનાથી સ્માર્ટફોન બ્લાસ્ટ થવાની શક્યતા ઓછી થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરમીથી બચવુ જરૂરી
જો તમે રોડ સાઈડ કોઈ જગ્યા પર ખુલ્લામાં બેસ્યા છો, અને તમારો ફોન ટેબલ રાખી દો છો, અને પછી કલાકો સુધી તેને ત્યાં મૂકો છો. તો સૂર્યની કિરણોને કારણે સ્માર્ટફોનમાં વધુ હીટ પકડાય છે. આ હીટને કારણે મોબાઈલની બેટરી પર પ્રેશર વધવા લાગે છે. થોડા સમય બાદ જ્યારે તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, ત્યારે પ્રોસેસરની ગરમીથી તે વધુ ગરમ થઈ જાય છે. આવામાં સ્માર્ટફોન બ્લાસ્ટ થઈ શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારી સાથે આવુ ન બને તો ખુલ્લામાં સૂર્યની કિરણોના સીધા સંપર્કથી તમારા મોબાઈલને દૂર રાખો. 


આ પણ વાંચો : પિત્ઝાનો સ્વાદ વધારતું ઓરેગાનો ઘરે પણ ઉગાડી શકાય છે, આ રીતે કુંડામાં ઉગશે ઓરેગાનો


કલાકો સુધી પોકેટમા ન રાખો
જો તમે કલાકો સુધી સ્માર્ટફોન પર્સમાં રાખો છો તો તે સંજોગોમાં પણ તે વધુ ગરમ થાય છે. જો તમારા પોકેટમાં અન્ય કોઈ સામાન હોય તો તે જલ્દીથી ગરમ થવા લાગે છે. એટલુ જ નહિ, અનેકવાર તો લોકો બેગમાં સામાનની સાથે સ્માર્ટફોન પણ મૂકી દે છે. તમે પણ આવુ કરો છો તો ચેતી જજો. કારણ કે, આવુ કરવાથી બેટરીને સ્ટીમ્યુલેટ કરે છે, જેથી સ્માર્ટફોન ફાટી જાય છે. 


આ પણ વાંચો : ગુજરાતમાંથી ગાયબ થયો વિકાસ, આ 2 કિસ્સા વાંચીને તમે સરકાર પર ફિટકાર વરસાવશો 


આવુ કરવાથી બચવા માટે તમે ઉપરની ટિપ્સ ફોલો કરવી જરૂરી છે. જેથી તમારો સ્માર્ટફોન નહિ ફાટે. કેટલાક સંજોગોમાં એવુ પણ બને છે કે લોકો મોબાઈલનો ખરાબ રીતે ઉપયોગ કરે છે. જો તમે ગેસની નજીક કે અન્ય કોઈ ગરમ મશીનની નજીક ફોન રાખો છો તો પણ મોબાઈલ ફાટવાની શક્યતા વધી જાય છે. શક્ય હોય તો કોઈ પણ ગરમ વસ્તુની પાસે મોબાઈલ રાખવો નહિ. જેથી તમારો સ્માર્ટફોન વધુ લાંબો સમય ચાલશે.