નવી દિલ્હીઃ Account Deletion from Twitter: દિગ્ગજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની કમાન જ્યારથી એલન મસ્કના હાથમાં પહોંચી છે. ત્યારથી ટ્વિટરમાં ઉથલ-પાથલ ચાલું છે. મસ્કે કંપની સંભાળતા ફેરફારની શરૂઆત કર્મચારીઓની છટણીથી કરી, પછી ટ્વિટર બ્લૂ ટિક સબ્સક્રિપ્શન સુધી પહોંચી ગયું અને હવે મસ્ક ટ્વિટરથી 1.5 બિલિયન એટલે કે 150 કરોડ એકાઉન્ટ ડિલીટ કરવાનું નવુ ફરમાન જારી કરી દીધુ છે. આવો તમને જણાવીએ તેની પાછળ શું કારણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વમાં ટ્વિટર યૂઝર્સની સંખ્યા
દુનિયાભરમાં ટ્વિટરના એક્ટિવ યૂઝર્સની સંખ્યા 22 કરોડથી વધુ છે. જેના સૌથી વધુ યૂઝર્સ અમેરિકામાં છે. જેની સંખ્યા આશરે 7.6 કરોડ છે. આ સિવાય 5.8 કરોડ યૂઝર્સ જાપાનમાં છે, 2.3 કરોડ યૂઝર્સ ભારતમાં, 1.9 કરોડ બ્રાઝીલમાં અને 1.8 કરોડ યૂઝર્સ ઈન્ડોનેશિયામાં છે. 


કેવા એકાઉન્ટ થશે ડિલીટ
મસ્કે ટ્વિટર પરથી આવા એકાઉન્ટ્સ ડિલીટ કરવાની જાહેરાત કરી છે, જેનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવ્યો નથી અને આ એકાઉન્ટ્સ પરથી કોઈ ટ્વિટ કરવામાં આવી નથી. તદુપરાંત, આ એકાઉન્ટ્સમાં લોગ ઇન પણ નહોતું. ટૂંક સમયમાં જ ટ્વિટર પરથી આવા એકાઉન્ટ્સ હટાવવામાં આવશે. જેનો સૌથી મોટો ફાયદો એવા લોકોને મળશે, જેઓ નવું એકાઉન્ટ બનાવતી વખતે પોતાની પસંદગીનું નામ રાખી શકતા નથી. કારણ કે તે નામનું એકાઉન્ટ પહેલેથી જ બનાવવામાં આવ્યું છે અને શક્ય છે કે તે એકાઉન્ટનો ઉપયોગ ન થઈ રહ્યો હોય.


આ પણ વાંચોઃ BMW ની નવી એસયૂવી લોન્ચ, 4400cc નું છે એન્જિન, પેટ્રોલ વગર 88KM સુધી ચાલશે


ટ્વિટરમાં અત્યાર સુધી થયા ફેરફાર
ટ્વિટર ખરીદ્યા બાદ મસ્કે બે મોટા ફેરફાર કર્યાં છે. જેમાં પહેલાં ટ્વિટરના અડધાથી વધુ કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવો અને બીજુ ટ્વિટરના બ્લૂ ટિક માટે સબ્સક્રિપ્શન એટલે કે ચાર્જ વસૂલવો. પરંતુ તેના દુરૂપયોગને કારણે હાલ તેને સ્થગિત કરી દેવામાં આવ્યું છે અને ફરી ગમે ત્યારે શરૂ કરી શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube