Interesting Facts: દરેક વ્યક્તિએ પર્સનલ હાઈજીન મેન્ટેન કરવી જોઈએ. એટલે કે શરીરની સ્વચ્છતા પર ધ્યાન આપવું જોઈએ. શરીરની સ્વચ્છતા જાળવી રાખવાથી શરીર ઇન્ફેક્શનથી બચેલું રહે છે. પર્સનલ હાઈજીનમાં નિયમિત નહાવું, વાળ સાફ કરવા, સમય પર નખ કાપવા, દાંત સાફ કરવા, જમતા પહેલા હાથ ધોવા, સાફ કપડાં પહેરવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ બધી આદતો વિશે નાનપણથી જ શીખવવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: iPhone Battery Tricks: આ સેટિંગ કરી લેશો તો આઈફોન ચાર્જ કર્યા વિના ચાલશે આખો દિવસ


પર્સનલ હાઈજીન માં ખૂબ જ મહત્વનું હોય છે નિયમિત નખ કાપતા રહેવું. નખ કાપવા માટે દરેક વ્યક્તિ નેલકટરનો ઉપયોગ કરે છે. તમે પણ નેલકટરનો ઉપયોગ કર્યો જ હશે. નેલકટરને ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે તેની વચ્ચે બે બ્લેડ હોય છે જેમાંથી એક વાંકી ચૂકી હોય છે. શું તમે જાણો છો કે આ બ્લેડ નેલકટરમાં શા માટે હોય છે ? 


નેલકટરનો ઉપયોગ ફક્ત નખ કાપવા માટે નહીં પરંતુ અન્ય કામ માટે પણ કરી શકાય છે. તેના માટે નેલકટરમાં આ બ્લેડ આપવામાં આવેલી હોય છે. નેલકટરનું મુખ્ય કામ નખ કાપવાનું છે જે નેલકટરના આગળના ભાગથી થાય છે. 


આ પણ વાંચો: રેસ્ટોરન્ટ જેવી જ તંદુરી રોટી ઘરે પણ બનશે.. બસ લોટ બાંધતી વખતે આ ટીપ્સ ફોલો કરો


નેલકટરની અંદર તલવાર જેવી એક બ્લેડ હોય છે જેમાં આગળથી થોડો કર્વ હોય છે. આ બ્લેડનું કામ હોય છે નખની અંદર છુપાયેલી ગંદકીને સાફ કરવાનું. નેલકટરની અંદર જે વાંકી ચૂકી બ્લેડ હોય છે તે કોલ્ડ્રીંકની બોટલ ખોલવા જેવા કામ કરવા માટે હોય છે. આ સિવાય નેલકટરમાં જે ત્રીજી ચાકુ જેવી બ્લેડ હોય છે તેની મદદથી તમે નાની મોટી વસ્તુઓને કાપી શકો છો. 


નેલકટરમાં આ ત્રણ વસ્તુઓ આપવાનું કારણ એ હોય છે કે જ્યારે તમે મુસાફરી કરતા હોય ત્યારે એક નેલકટર સાથે રાખો તો તેની મદદથી તમે વિવિધ કામ કરી શકો.


આ પણ વાંચો: આ છે એવા દેશ જ્યાં હનીમૂન પ્લાન કરવું પડશે સસ્તુ, ઓછા ખર્ચે થશે વિદેશ પ્રવાસ


(Disclaimer: અહીં આપેલી માહિતી  સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)