Top 10 Weak Passwords: લોકો માટે સૌથી મોટી સમસ્યા છે મુશ્કેલ પાસવર્ડ રાખવો અને તેને યાદ રાખવો. આજકાલ લોકો સોશિયલ મીડિયા પર એટલા બધા કનેક્ટેડ છે કે દરેક બાબતમાં લોગ ઈન કરવુ પડે છે, અને પાસવર્ડ જનરેટ કરવો પડે છે. આવામાં પાસવર્ડ યાદ રાખવો મોટી જફા છે. તેથી લોકો એવા પાસવર્ડ રાખે છે જે સરળતાથી યાદ રહે. પરંતુ યાદ રાખો કે, સરળ પાસવર્ડ બહુ જ કોમ હોય છે, અને તેને હેકર્સ સરળતાથી હેક કરી શકે છે. તમારા એકાઉન્ટમાંથી રૂપિયા ઉડી જવા માટે આ પાસવર્ડને હેકર્સ માધ્યમ બનાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓનલાઈન એપ્સ જેમ કે બેંક, સોશિયલ મીડિયા અને પેમેન્ટ એપમાં લોકો કોમન પાસવર્ડ રાખે છે. પરંતુ યાદ રહી જાય તેવા પાસવર્ડ રાખવાનો મતલબ એ છે કે હેકર માટે તે સરળ કામ છે. તે સરળતાથી તેને ક્રેક કરી શકે છે. નોર્ડપાસની ટીમ દ્વારા લેટેસ્ટ રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં માલૂમ પડ્યું કે નબળા પાસવર્ડને કારણે લાખો યુઝર્સના ઓનલાઈન એકાઉન્ટ હેક થવાનો ખતરો છે. તેમાંથી કેટલાક તો એટલા નબળા છે કે એક સેકન્ડમાં ક્રેક થઈ શકે છે. 


આ પણ વાંચો : સંસ્કારી નગરીના સંસ્કારોને લજવતો કિસ્સો, યુવતીએ ગરબામા ધુમાડા ઉડાવીને સિગારેટ પીધી


મોટી સંખ્યામાં લોકો '123456', 'qwerty' અને કેટલાક તો પાસવર્ડ શબ્દનો જ પાસવર્ડ રાખે છે. જેને ક્રેક કરવાની શક્યતા સૌથી વધુ હોય છે. જો તમે પણ આવા પાસવર્ડ ઉપયોગમાં લેતા હોય તો તાત્કાલિક બદલી દો. નબળા પાસવર્ડના લિસ્ટ પર એક નજર પણ કરી લો. 


આ છે 10 સૌથી નબળા પાસવર્ડ


  • 123456

  • 123456789

  • 12345

  • qwerty

  • password

  • 12345678

  • 111111

  • 123123

  • 1234567890

  • 1234567


ન માત્ર ન્યૂમેરિક પાસવર્ડ, પરંતું નોર્ડપાસ રિસર્ચમાં એ પણ માલૂમ પડ્યું કે લોકો પોતાના નામનો ઉપયોગ પણ પાસવર્ડ તરીકે કરે છે. અનેક દેશોમાં 'Dolphin શબ્દ પાસવર્ડ તરીકે રાખવામાં આવે છે. લોકો પ્રાણીઓના નામનો સૌથી વધુ ઉપયોગ કરે છે. નોર્ડપાસે આ પ્રકારના પાસવર્ડને તરત બદલી નાંખવાની સલાહ આપી, અને ક્રેક ન થાય તેવા પાસવર્ડ રાખવા સૂચવ્યું. 


મજબૂત પાસવર્ડ કેવી રીતે બનાવશો


  • સંસ્થાએ કહ્યું કે, એક જટિલ પાસવર્ડ એવા હોય છે, જેમાં ઓછામા ઓછા 12 કેરેક્ટર હોય. લાંબા પાસવર્ડ ક્રેક કરવામાં વધુ સમય લાગે છે. તેથી ફાયદો શોધતા હેકર્સને અટકાવી શકો છો

  • પાસવર્ડ અપર અને લોઅરકેસ લેટર્સ, અક્ષરો અને પ્રતિકોને મિક્સ કરીને બનાવો

  • નક્કી કરો કે, તમારી પાસે અલગ અલગ એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ હોય

  • સૌથી મહત્વનું એ છે કે, દર 90 દિવસમાં તમારા પાસવર્ડ બદલતા રહો