નવી દિલ્હીઃ જો તમે ફેસ્ટિવ સીઝનમાં ટીવી ખરીદવાની યોજના બનાવી રહ્યાં તો તમારા માટે બેસ્ટ ડીલ આવી છે. ફ્કિપકાર્ડ અને એમેઝોન પર સેલ શરૂ થવાનો છે, જ્યાં તમે કોડકનું 24 ઇંચનું ટીવી માત્ર 5999 રૂપિયામાં ખરીદી શકો છો. ફ્લિપકાર્ડ બિગ બિલિયન ડેઝ અને એમેઝોન ગ્રાન્ડ ઈન્ડિયન સેલમાં  Kodak CA  સિરીઝ અને 7XPRO સિરીઝના એન્ડ્રોઇડ સ્માર્ટ ટીવી પર ધાંસૂ ઓફર મળવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટીવી મોડલ્સની આટલી કિંમત
ફેસ્ટિવ સીઝન સેલ દરમિયાન ફ્લિપકાર્ડ અને એમેઝોનપર કોડક ટીવી મોડલ્સ પર મોટી છૂટ મળી રહી છે. ફ્લિપકાર્ડ સેલ દરમિયાન તમે કોડક 32 ઇંચનું ટીવી માત્ર 8499 રૂપિયામાં ખરીદી શકો છો. તો કોડક 7XPRO સિરીઝનું 32 ઇંચનું ટીવી 10,999 રૂપિયામાં ખરીદી શકો છો. હાલ તેની કિંમત 11,999 રૂપિયા છે. આ રીતે 40 ઇંચનું ટીવી 15999 રૂપિયામાં, 43 ઇંચનું ટીવી 22499 રૂપિયામાં અને 55 ઇંચનું ટીવી 28999 રૂપિયામાં ખરીદી શકો છો. આ રીતે એમેઝોન સેલમાં કોડકના આ સ્માર્ટ ટીવીની કિંમત આટલી જ છે. એમેઝોન પર કોડકના 75 ઇંચના સ્માર્ટ ટીવીને તમે 94,999 રૂપિયામાં ખરીદી શકો છો. 


ખુબ સસ્તા ભાવમાં સ્માર્ટ ટીવી
કોડક પ્રમાણે એન્ડ્રોઇડ ટીવી સેગમેન્ટમાં  7XPRO સિરીઝનું સ્માર્ટ ટીવી 10999 રૂપિયાથી શરૂ થશે, જે સૌથી ઓછા ભાવનું એન્ડ્રોઇડ ટીવી છે.  7XPRO સિરીઝના સ્માર્ટટીવીમાં 5,000 એપ્સ, ડોલ્બી વિઝન અને ડીટીએસથી લેસ 24 વોટ સાઉન્ડ સિસ્ટમ, બ્લૂટૂથ સ્માર્ટ રિમોટ, એરપ્લેની સાથે બિલ્ટ-ઇન ક્રોમકાસ્ટ છે, જેથી આ ટીવી હાલના સમયમાં સૌથી જરૂરી અને સસ્તા લાગે છે. 


ગૂગલે 240થી વધુ એન્ડ્રોઇડ એપને કરી બ્લોક, તમે પણ ફોનમાંથી કરો ડિલીટ  


આ ટીવી સેટ્સમાં શું છે ખાસ?
જ્યાં કોડક CA સિરીઝના ટીવી સેટ્સ  MediaTek પાવર્ડ બ્લેજિંગ ફાસ્ટ પ્રોસેસરથી લેસ છે અને એન્ડ્રોઇડ 10 બેસ્ડ છે, તો 7XPRO સિરીઝના ટીવી મોડલ Amlogic પાવર્ડ પ્રોસેસરથી લેસ છે, જેને સૌથી પાવરફુલ માનવામાં આવે છે. કોડકે આ વર્ષે ઓગસ્ટમાં  7XPRO સિરીઝના ટીવી લોન્ચ કર્યાં હતા, જે Android 9 Pie પર ચાલે છે. તો આ સિરીઝના ટીવી સેટ્સ quad core ARM Cortex-A53 CPU  અને Mali-450MP3 GPU જેવી ખાસિયતોથી લેસ છે. 


4K મોડલ્સ પણ ખુબ સસ્તા?
જ્યાં કોડક 7XPRO સિરીઝના 32HDX7XPRO, 40FHDX7XPRO અને 43FHDX7XPRO 1GB RAM અને 8GB સ્ટોરેજથી લેસ છે, તો તેના 4K મોડલ્સ 2GB RAM અને 8GB સ્ટોરેજની સાથે આવે છે. 7XPRO સિરીઝમાં કોડક ટીવી 32 ઇંચથી શરૂ થઈને 40, 43, 50, અને 55 ઇંચ સ્ક્રીન વેરિયન્ટમાં છે. કંપનીનો દાવો છે કે ગ્રાહકોને ઓછી કિંમત પર દમદાર ટીવી ઉપલબ્ધ કરાવવા માટે ફેસ્ટિવ સીઝનમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન પર ટીવી સેગમેન્ટમાં ધાંસૂ ઓફર લઈને આવી છે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube