ઝી બ્યૂરો, અમદાવાદઃ દિલ્લીની ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર કંપની કોમાકીએ પોતાનું અત્યાધુનિક અને સુવિધાથી સજ્જ ઈલેક્ટ્રીક સ્કુટર લોન્ચ કર્યું છે. આ ઈલેક્ટ્રીક સ્કુટર પેટ્રોલથી ચાલતા સ્કુટર જેવું જ દર્શાય છે. કંપનીએ આ સ્કુટરમાં શાનદાર ગ્રાફિક્સ અને કલર આપ્યા હોવાથી લોકોને આ સ્કુટર તરફ જરૂર આકર્ષાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ ઈલેક્ટ્રીક સ્કુટર 3KV BLDC ઈલેક્ટ્રીક મોટર અને ડિટેચેબલ લિથિયમ આયન બેટરી પેકથી સજ્જ છે. કંપની મુજબ સિંગલ ચાર્જમાં આ સ્કુટર 100થી 125 કિલોમીટર સુધી ચાલશે. કંપનીનો દાવો છે કે KOMAKI SEની લિથિયમ આયન બેટરીને ફુલ ચાર્જ થવામાં માત્ર 1.5 યુનિટ વીજળીની જરૂર પડે છે. KOMAKI SE અનેક હાઈટેક ફિચર્સથી સજ્જ છે. આ સ્કુટરની ટોપ સ્પીડ 85 કિલોમીટર પ્રતિકલાક છે. સ્કુટરમાં 3 રાઈડિંગ મોડ્સ આપવામાં આવ્યા છે. ભારતીય બજારમાં આ સ્કુટર 4 કલર- ગાર્નેટ રેડ, ડીપ બ્લુ, મેટાલિક ગોલ્ડ અને જેટ બ્લેકમાં મળી રહેશે.


KOMAKI SEમાં ફ્રંટ સ્ટોરેજ સ્પેસ આપવામાં આવી છે. સાથે જ સ્કુટરમાં USB ચાર્જિંગ પોર્ટ પણ આપવામાં આવ્યું છે. આ સ્કુટરમાં સૌથી ખાસ ફિચરમાંથી એક ડેડિકેટેડ ક્રુઝ કંટ્રોલ સ્વીચ છે, જે ભારતમાં ઉપલબ્ધ અન્ય સ્કુટર નથી આપતા. આ સ્કુટરમાં 16 ઈંચનું એલોય વ્હીલ આપવામાં આવ્યું છે. સ્કુટરમાં LED ડિસ્પ્લે, મલ્ટીમીડિયા કંટ્રોલ સ્વીચ અને ઈનબિલ્ટ બ્લુટુથ સ્પીકર મળે છે. સાથે જ રિમોટ લોકિંગ અને એન્ટી થેફ્ટ સિસ્ટમ આપવામાં આવી છે. બ્રેકિંગ માટે ફ્રંટ અને રિયર બંનેમાં ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube