Jio New plans: મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો કંપનીના પ્રિપેડ અને પોસ્ટપેડ એમ બધા જ પ્લાનના ભાવ 25% સુધી વધારી દેવામાં આવ્યા છે.  ટેલિકોમ કંપનીએ પોતાના જુના પ્લાન પણ બંધ કરી દીધા છે. પરંતુ હવે Jio યુઝર્સ માટે કેટલાક નવા પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધારે યુઝર્સ ધરાવતા રિલાયન્સ Jio એ થોડા દિવસ પહેલા જ 3 નવા એડઓન પ્લાન રજૂ કર્યા છે. જેમાં યુઝરને અનલિમિટેડ 5g ડેટા સાથે ઘણું બધું મળી રહ્યું છે. જો તમને આ પ્લાન વિશે ખબર ન હોય તો ચાલો તમને જણાવી દઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ 5 ભુલના કારણે બોમ્બની જેમ ફાટે છે સ્માર્ટફોન, તમે કરતા હોય તો આજથી સુધારી લેજો


3 જુલાઈથી કંપનીએ કેટલાક પ્રિપેડ રિચાર્જ પ્લાન જે ખૂબ જ લોકપ્રિય હતા અને ખિસ્સાને પરવડે તેવા હતા તેને બંધ કરી દીધા હતા. જેના કારણે યુઝર્સની ફરિયાદો વધી ગઈ હતી. આ ફરિયાદોનો નિવારણ થાય તે માટે ત્રણ નવા પ્રિપેડ પ્લાન એડઓન પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. 


ત્રણ નવા પ્લાનની ઓફર 


આ પણ વાંચો: શેર માર્કેટમાં રસ પડે છે? તો ટ્રેડિંગ સેક્ટરમાં બનાવો કરિયર, રોજની આવક હશે લાખોમાં


જે ત્રણ નવા પ્લાનની વાત અહીં થઈ રહી છે તેને ટ્રુ અનલિમિટેડ અપગ્રેડ પ્લાન પણ કહેવામાં આવે છે. જેમાં 51 રૂપિયા 101 રૂપિયા અને 151 રૂપિયાના પ્લાનનો સમાવેશ થાય છે. આ બધા જ પ્લાનમાં અનલિમિટેડ 5g ડેટા અને વધારાનો 4g ડેટા આપવામાં આવે છે. 51 રૂપિયાના પ્લાનમાં 3gb 4g ડેટા ઓફર કરવામાં આવે છે. 101 રૂપિયાના પ્લાનમાં 6g 4g ડેટા અને 151 ના પ્લાનમાં 9gb 4g ડેટા આપવામાં આવે છે. 


આ પણ વાંચો: Career Option: ધો.12 પછી આ ઓફબીટ કરિયર પસંદ કરો, નાની ઉંમરમાં શરુ થઈ જશે લાખોનો પગાર


આ અનલિમિટેડ 5g ડેટા માત્ર jio ટ્રુ 5g નેટવર્ક પર જ મળશે. એટલે કે તમારા મોબાઇલ ફોનમાં 5g ચાલતું હોવું જોઈએ જો તમારું નેટવર્ક 4જી માં જાય છે તો આ પ્લાનમાં તમને મર્યાદિત ડેટા જ મળશે અનલિમિટેડ ડેટાનો લાભ નહીં મળે. 


આ નવા પ્લાન એ પ્લાનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે જેમાં ડેઇલી ડેટા દોઢ જીબીથી ઓછો છે. આવું એટલા માટે કે jio યુઝર્સને પહેલાથી જ અનલિમિટેડ 5g ડેટા મળે છે. જો તેમનો પ્લાન 2જીબી કે તેનાથી વધારે ડેલી ડેટાનો હોય છે.