નવી દિલ્હીઃ Audi Launched 2 New Electric Car: લગ્ઝરી કારનો શોખ રાખો છો તો આ સમાચાર તમારા માટે છે. જર્મનીની કાર નિર્માતા કંપની ઓડી (Audi)એ આજે ભારતીય બજારમાં 2 નવી ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરી છે. ઓડીએ ભારતમાં આજે પોતાની નવી Audi Q8 e-tron અને Audi Q8 Sportback ને સત્તાવાર રીતે લોન્ચ કરી છે. જેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત કંપનીએ 1,13,70,000 રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંગલ ચાર્જ પર 600km ની રેન્જ
કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ઓડી ક્યૂ8 ઈ-ટ્રોન અને ઓડી ક્યૂ8 સ્પોર્ટબેક  ( Audi Q8 e-tron & Audi Q8 Sportback)નવી ડિઝાઇનની કારો છે. નવા ફીચર્સની સાથે તેની બેટરી ક્ષમતા પણ વધારે છે. આ બંને કારો વધુ રેન્જ અને સારા ડ્રાઇવિંગનો અનુભવ આપે છે. આ બે પ્રકારની બોડી ટાઈપ-એસયૂવી અને સ્પોર્ટબેકમાં મળે છે. એકવાર ચાર્જ થવા પર 600 કિલોમીટરની રેન્જ આપે છે. 


નવી ઓડી ક્યૂ8 ઈ-ટ્રોન નવ એક્સટીરિયર રંગોના વિકલ્પોમાં હાજર હશે. તેમાં મેડિરા બ્રાઉન, ક્રોનોસ ગ્રે, ગ્લેશિયર વ્હાઇટ, માઇથોસ બ્લેક, પ્લાઝ્મા બ્લૂ, સોનેરા રેડ, મેગ્નેટ ગ્રે, સિયામ બીઝ અને મેનહટન ગ્રે સામેલ છે. કારના ઈન્ટીરિયર્સમાં નવી ક્યૂ8 ઈ-ટ્રોનમાં ત્રણ કલર- ઓકાપી બ્રાઉન, પર્લ બેઝ અને બ્લેક રંગ ઓફર કરવામાં આવ્યા છે. 


જોરદાર ઓફર! 899 રૂપિયામાં ખરીદો 108MP કેમેરાવાળો Redmi ફોન, 19999 છે MRP


કેટલી સેકેન્ડમાં પકડે છે 0-100 kph ની ગતિ
ઓડી ક્યૂ8 ઈ-ટ્રોનમાં એક 114kWh નું બેટરી પેક મળે છે, જે 600 કિમી WLTP સાઇકલ રેન્જ આપવામાં સક્ષમ છે. તેમાં બે ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે, જે કમ્બાઇન્ડ રીતે 408 hp પાવર અને 664 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ કાર માત્ર 5.6 સેકેન્ડમાં 0-100kph ની ગતિ પકડવામાં સક્ષમ છે. આ કારની સાથે એક 22kW AC ચાર્જર મળશે, પરંતુ તે 170kW DC ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. 


એસી ચાર્જરની સાથે તેને છ કલાકની અંદર 0-100 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. જ્યારે ડીસી ફાસ્ટ ચાર્જગની સાથે તેને 31 મિનિટમાં 10-80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. ચાર્જિંગ માટે આ કારમાં બંને તરફ ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube