નવી દિલ્હીઃ Lava AGNI 5G ભારતમાં લોન્ચ થઈ ચુક્યો છે. આ કોઈ ભારતીય બ્રાન્ડનો પ્રથમ 5G-રેડી ફોન છે. 20,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવનાર AGNI 5G ફોન શાનદાર ફીચર્સની સાથે આવે છે. આ એક પ્રભાવશાળી ડિઝાઇન પ્રદાન કરે છે, જે તેને સમાન મૂલ્ય મર્યાદામાં ચીની બ્રાન્ડોના અન્ય 5જી ફોનને ટક્કર આપે છે. Lava AGNI 5G માં મોટી સ્ક્રીન, દમદાર બેટરી અને ધાંસૂ કેમેરા છે. આવો જાણીએ Lava AGNI 5G ની કિંમત (Lava AGNI 5G Price in India) અને જબરદસ્ત ફીચર્સ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Lava AGNI 5G Price in India
Lava AGNI 5G ની કિંમત 19,999 રૂપિયા છે. તે 11 નવેમ્બરથી લાવા ઈન્ડિયાના ઓનલાઇન સ્ટોર, મુખ્ય ઈ-કોમર્સ અને રિટેલ સ્ટોર્સના માધ્યમથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. ગ્રાહક 500 રૂપિયાની ચુકવણી સાથે અગ્રિ-5 જીનું પ્રી-બુકિંગ કરાવી શકે છે. તે તેને 17999 રૂપિયામાં ખરીદી શકશે. હેન્ડસેટ માત્ર ફિએરી બ્લૂ રંગમાં આવે છે. 


Lava AGNI 5G Specifications
Lava AGNI 5G માં પંચ-હોલ ડિઝાઇનની સાથે 6.78 ઇંચની વિશાળ LCD પેનલ છે. તે એક ફુલ HD+ રિઝોલ્યુશન અને એક 90Hz રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીન ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શનથી લેસ છે. તેના ડાબા કિનારા પર ઉપલબ્ધ પાવર બટન એક ફિંગરપ્રિન્ટ સ્કેનરની સાથે ઇન્ટિગ્રેટેડ છે. 


આ પણ વાંચોઃ આવી ગયો Samsung નો દમદાર બેટરી અને ચાર કેમેરાવાળો 5G ફોન, જાણો કિંમત અને ફીચર્સ  


Lava AGNI 5G Camera
AGNI 5G માં 16-મેગાપિક્સલનો ફ્રંટ ફેસિંગ કેમેરો છે. રિયસ કેમેરા યુનિટમાં 64 મેગાપિક્સલનો મુખ્ય લેન્સ, 5 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ શૂટર, 2 મેગાપિક્સલનો પોટ્રેટ લેન્સ, 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા અને એક ડ્યુઅલ એલઈડી ફ્લેશ છે. ફોન એન્ડ્રોયડ 11ના નિયસ સ્ટોક વર્ઝન પર ચાલે છે. 


Lava AGNI 5G Battery
AGNI 5G ડાઇમેન્શન 810 5G ચિપસેટ દ્વારા સંચાલિત છે. તેમાં યૂઝર્સને 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજની સુવિધા મળે છે. ડિવાઇસમાં 5,000mAh ની બેટરી છે, જે 30W રેપિડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. AGNI 5G પર ડ્યુઅલ સિમ, 5જી, વાઈફાઈ 6, બ્લૂટૂથ 5.1, જીપીએસ, અને એક USB-C, અને એક 3.5mm ઓડિયો જેક જેવી સામાન્ય કનેક્ટિવિટી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube