નવી દિલ્હીઃ લાવા (Lava) એ પાછલા મહિને ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2022 ઈવેન્ટમાં પોતાના નવા હેન્ડસેટ Lava Blaze 5G ની જાહેરાત કરી હતી. કંપનીએ તે સમયે દાવો કર્યો હતો કે આ ભારતનો સૌથી સસ્તો 5જી સ્માર્ટફોન હશે. પરંતુ કંપનીએ તેની કિંમતનો ખુલાસો કર્યો નથી. હવે લાવાએ કન્ફર્મ કરી દીધુ છે કે આ ફોન 3 નવેમ્બરે એમેઝોન ઈન્ડિયા પર લોન્ચ થશે. લાલા બ્લેઝ 5G ડ્યૂ ડ્રોપ સ્ટાઇલ નોચની સાથે આવે છે. કંપની ફોનમાં 7જીબી (3જીબી વર્ચ્યુઅલ) સુધી રેમ આપી રહી છે. આ સિવાય તેમાં તમને દમદાર પ્રોસેસર અને ડિસ્પ્લે પણ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાવા બ્લેઝ 5Gના ફીચર અને સ્પેસિફિકેશન
ફોનમાં કંપની 1600x720 પિક્સલ રેઝોલૂશનની સાથે 6.5 ઇંચની એચડી+ LCD પેનલ ઓફર કરી રહી છે. આ એક કર્વ્ડ ડિસ્પ્લે છે, જે 90Hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. લાવાનો આ ફોન 4જીબી રેમ અને 128જીબીના ઇન્ટરનલ સ્ટોરેજ ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે. ખાસ વાત છે કે તેમાં કંપની 3જીબી વર્ચુઅલ રેમ પણ આપવાની છે. તેનાથી આ ફોનની ટોટલ રેમ 7જીબી સુધી પહોંચી જાય છે. 


આ પણ વાંચોઃ એક રિચાર્જમાં 365 દિવસ ફ્રી કોલિંગ અને અનલિમિડેટ ઈન્ટરનેટ, રિલાયન્સ જિયોની ઓફર


ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં એલઈડી ફ્લેશની સાથે ત્રણ કેમેરા લાગેલા છે. તેમાં 50 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સાથે એક ડેપ્થ અને એક મેક્રો કેમેરો સામેલ છે. તો સેલ્ફી માટે આ ફોનમાં તમને 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો જોવા મળશે. ફોનને પાવર આપવા માટે કંપની તેમાં 5000mAh ની બેટરી આપવાની છે. આ બેટરી કેટલા વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે તે વિશે હાલ કોઈ જાણકારી સામે આવી નથી. 


ફોન સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવશે. કનેક્ટિવિટી માટે તેમાં યૂએસબી ટાઈપ-C પોર્ટ મલ્ટિપલ 5G બેન્ડ સપોર્ટ, 4G VoLTE, ડ્યૂલ બેન્ડ વાઈ-ફાઈ અને બ્લૂટૂથ 5.1 જેવા ઓપ્શન મળશે. રિપોર્ટ પ્રમાણે આ ફોનની કિંમત 10 હજાર રૂપિયા આસપાસ હોઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube