આ કંપની 2025 સુધીમાં લોન્ચ કરશે તેની પહેલી Electric Car
Auto News: જાપાનની લક્ઝરી કાર નિર્માતા કંપની લેક્સસ આવતા વર્ષે ભારતમાં સેકન્ડ હેન્ડ કાર બિઝનેસમાં પ્રવેશવાની યોજના ધરાવે છે.
Second Hand Car Market: જાપાનની લક્ઝરી કાર નિર્માતા કંપની લેક્સસ આવતા વર્ષે ભારતમાં યુઝ્ડ કાર (સેકન્ડ હેન્ડ)ના બિઝનેસમાં પ્રવેશવાની યોજના ધરાવે છે. કંપનીએ ભારતીય બજારમાં છ વર્ષની કામગીરી પૂર્ણ કરી છે. આ જાપાનીઝ કંપની હાલમાં 23 વેચાણ કેન્દ્રો દ્વારા તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે. કંપની તેના કેટલાક આઉટલેટ્સમાં ફેરફાર કરવા માંગે છે જેથી તે યુઝ્ડ કાર માર્કેટમાં પ્રવેશી શકે. લેક્સસ, તેની સેલ્ફ ચાર્જિંગ હાઇબ્રિડ કાર માટે જાણીતી છે અને તે 2025 સુધીમાં દેશમાં તેનું પ્રથમ ઇલેક્ટ્રિક મોડલ રજૂ કરી શકે છે..
લેક્સસ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ નવીન સોનીએ જણાવ્યું હતું કે લેક્સસ સ્ટ્રક્ચર્ડ પ્રી-ઓનર યુઝ્ડ કાર પ્રોગ્રામ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. સોનીએ કહ્યું, ''મને લાગે છે કે બહુ જલ્દી, ચાલુ વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં, અમે આ શરૂ કરીશું. તેમણે કહ્યું કે કંપનીએ છ વર્ષ પહેલા દેશમાં વાહનોનું વેચાણ શરૂ કર્યું હતું અને હવે એવા ગ્રાહકો હોઈ શકે છે જેઓ તેમની જૂની કાર વેચીને નવી કાર ખરીદવા માંગતા હોય." લેક્સસ એ જાપાનની ટોયોટાની લક્ઝરી કાર નિર્માતા કંપની છે. લેક્સસ 2035 સુધીમાં સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક કાર કંપની બનવા માંગે છે.
તમને જણાવી દઈએ કે, 1980-90ના દાયકામાં શેરબજારના અનક્રાઉન કિંગ કહેવાતા હર્ષદ મહેતાના 4000 કરોડના કૌભાંડનો 1992માં પર્દાફાશ થયો હતો. તે સમયે હર્ષદ મહેતા પ્રચલિત હતા. તેની પાસે લેક્સસ બ્રાન્ડની કાર પણ હતી. જેની તે દિવસોમાં ખૂબ ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો:
દેશના આ રાજ્યોમાં હજી 5 દિવસ ચાલશે મેઘતાંડવ, હવામાન વિભાગે કરી ભયંકર વરસાદની આગાહી
બુધના રાશિ પરિવર્તનથી આ 3 રાશિના લોકોને થશે સૌથી મોટો લાભ, ઓક્ટોબર સુધી સમય અતિશુભ
ખૂબ જ કામનો છે તીખા લાલ મરચાંનો ટોટકો, કિસ્મત મારી શકે છે ગુલાંટી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube