નવી દિલ્હીઃ LGએ અમેરિકામાં પોતાનો નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેનું નામ LG K31 છે. આ કંપનીનો એન્ટ્રી-લેવલ K સિરીઝનો ભાગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LG K31ના સિંગલ 2GB/32GB મોડલની કિંમત USD 149.99 (લગભગ 11,250 રૂપિયા) રાખવામાં આવી છે. આ ફોન હાલ એલજીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેની આંતરરાષ્ટ્રીય ઉપલબ્ધતા વિશે કોઈ જાણકારી આપવામાં આવી નથી. 


LG K31ના સ્પેસિફિકેશન્સ
આ સ્માર્ટફોનમાં 2GB રેમની સાથે MediaTek Helio P22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની ઇન્ટરનલ મેમરી 32જીબી છે, જેને કાર્ડની મદદથી વધારી શકાય છે. 


LG K31ની બેટરી 3,000mAhની છે અને કંપનીનો દાવો છે કે તેમાં 11 કલાકનો ટોક ટાઇમ મળશે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 10 બેસ્ડ LG UX 9.1 પર ચાલે છે. 


Redmi 9 સહિત આ સ્માર્ટફોન આગામી સપ્તાહે ભારતમાં થશે લોન્ચ  


તેમાં 60Hz રિફ્રેશ રેટની સાથે 5.7-ઇંચ  HD+ (720X1,520 પિક્સલ) ફુલવિઝન ડિસ્પ્લે આપવામાં આવી છે. તેના ફ્રન્ટમાં U શેપમાં નોચ પણ છે. અહીં ફ્રન્ટમાં સેલ્ફી માટે 5MPનો કેમેરો આપવામાં આવ્યો છે. 


LG K31ના રિયરમાં ફોટોગ્રાફી માટે ડુઅલ-કેમેરા સેટઅપ છે. તેનો પ્રાઇમરી કેમેરો 13MPનો છે. સાથે તેમાં 5MP અલ્ટ્રા-વાઇડ એન્ગલ કેમેરો પણ આપવામાં આવ્યો છે. ફિંગરપ્રિન્ટ સેન્સર તેના રિયરમાં આપવામાં આવ્યું છે. તો તેના લેફ્ટ સાઇડમાં ડેડિકેટેડ ગૂગલ આસિસ્ટેન્ટ બટન પણ છે. 


કનેક્ટિવિટી માટે તેમાં Wi-Fi, LTE, બ્લૂટૂથ v5.0, 3.5mm હેડફોન જેક અને એક માઇક્રો-USB પોર્ટ આપવામાં આવ્યું છે. તેને સિંગલ સિલ્વર કલર ઓપ્શનમાં ઉતારવામાં આવ્યો છે. 


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube