નવી દિલ્હીઃ દિગ્ગજ ઇલેસ્ટ્રીક કંપની એલજી જલદી બજારમાં એક નવો સ્માર્ટફોન લઈને આવી રહી છે. કંપનીએ પોતાના આ ફોનનું નામ  LG Velvet રાખ્યું છે. આ સ્માર્ટફોનને સૌથી પહેલા દક્ષિણ કોરિયામાં લોન્ચ કરવામાં આવશે. એલજીના આ નવા ફોનમાં ખાસ ડિઝાઇન વાળો કેરેરો હશે. વેલવેટમાં નાના લેન્ચ અને એલઈડી ફ્લેશની સાથે રેનડ્રોપ કેમેરા ડિઝાઇન હશે. ફોનના ફ્રન્ટ અને બેકમાં કર્વ્ડ ગ્લાસની સાથે 3ડી આર્ક ડિઝાઇન હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલજી વેલવેટમાં મળશે 5જી કનેક્ટિવિટી
મીડિયા રિપોર્ટ પ્રમાણે, એલજી વેલવેટ સ્માર્ટફોનમાં યૂઝરને રેન ડ્રોપ કેમેરા સેટઅપની સાથે 3ડી ડિઝાઇન મળશે. આ ફોનમાં બેક અને ફ્રન્ટમાં કર્વ્ડ ગ્લાન પેનલ આપી શકે છે. તો બીજી તરફ ફોનમાં 5જી કનેક્ટિવિટી અને મિડ રેન્જ વાળા સ્નૈપડ્રેગન 765જી પ્રોસેસર મળવાની આશા છે. કંપનીનો નવો ફોન 15 મેએ લોન્ચ થશે.


જલદી જ રસ્તા પર દોડતી જોવા મળશે Maruti Suzuki Jimny, જાણો આ SUVના ફીચર્સ


આ હશે સ્પેસિફિકેશન્સ
આ હેન્ડસેટ  LG G9 ThinQ ને રિપ્લેસ કરશે, પ્રથમ ક્વાર્ટરમાં રજૂ કરવાની આશા હતી. ફોનમાં  6.7 થી 6.9 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ફોનના બેકમાં 48 મેગાપિક્સલનો મેન કેમેરાની સથે કોડ કેમેરા સેટઅપ આવી શકે છે. સ્માર્ટફોનમાં ડ્યૂલ સ્ક્રીન અક્સેસરીઝનો સપોર્ટ આપી શકાય છે. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનની કિંમત આશરે 700 ડોલર (53,000 રૂપિયા) હોઈ શકે છે.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર