નવી દિલ્હીઃ Nokia એ સોમવારે ભારતીય બજારમાં બે નવા સ્માર્ટફોન Nokia G10 અને Nokia C01 Plus લોન્ચ થયા. Nokia G10 એક બજેટ સ્માર્ટફોન છે, જે MediaTek કે Helio G25 SoC ની સાથે આવે છે, જ્યારે Nokia C01 Plus એક એન્ટ્રી લેવલ Android Go સ્માર્ટફોન છે જે UNISOC SoC થી લેસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Nokia G10: કિંમત-ફીચર્સ અને ઉપલબ્ધતા


  • Nokia G10 એક 6.5 ઇંચ વોટર-ડ્રોપ નોચ ડિસ્પ્લેની સાથે આવે છે, જેમાં HD+ રિઝોલ્યુશન હોય છે. આ પોલીકાર્બોનેટ શેલમાં આવે છે અને તેમાં ગોલાકાર રિયર કેમેરા મોડ્યૂલ છે. તેમાં 13MP પ્રાઇમરી લેન્સ, 2MP મેક્રો સેન્સર અને 2MP ડેપ્થ સેન્સરની સાથે ત્રિપલ રિયર કેમેરા સિસ્ટમ છે. ફ્રંટમાં સેલ્ફી માટે 8MP સિંગલ કેમેરા લેન્સ છે. 

  • હુડ હેઠળ સ્માર્ટફોન MediaTek Helio G25 ચિપસેટથી લેસ છે, જેને 4GB LPDDR4x રેમ અને 64GB eMMC 5.1 ઇન્ટરનલ સ્ટોરેજની સાથે જોડવામાં આવ્યું છે. તેમાં 512GB સુધીના વધારાના સ્ટોરેજ માટે માઇક્રોએસડી કાર્ડ સ્લોટ છે. 

  • ડ્યુઅલ સિમ સ્માર્ટફોન 4G VoLTE ને સપોર્ટ કરે છે અને તેમાં બ્લૂટૂથ v5. તેમાં 5050mAh ની બેટરી છે અને તેમાં 10W ચાર્જિંગ સપોર્ટ છે. તેમાં ઓડિયો માટે 3.5 એમએસ હેડફોન જેક અને ચાર્જિંગ માટે યૂએસબી ટાઇપ-સી પોર્ટ છે. સ્માર્ટફોન એન્ડ્રોયડ 11 આઉટ ઓફ ધ બોક્સ પર ચાલે છે અને તેમાં કેટલીક નોકિયા એપ પ્રી-લોડેડ છે. 

  • Nokia G10 ની કિંમત એકમાત્ર 4GB RAM + 64GB સ્ટોરેજ વેરિએન્ટ માટે 12,149 રૂપિયા છે અને તે બે કલર નાઇટ અને ડસ્કમાં આવે છે. આ નોકિયા ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર વેચાણ માટે પહેલાથી ઉપલબ્ધ છે. 


Nokia C01 Plus: કિંમત-ફીચર્સ અને ઉપલબ્ધતા


  • Nokia C01 Plus એક બેસિક ડિઝાઇન સાથે આવે છે, જેમાં કોમ્પેક્ટ 5.45 ઇંચ HD+ ડિસ્પ્લે છે. તેમાં મોડર્ન આસ્પેક્ટ રેશિયો છે, પરંતુ તેમાં તેમાં ઉપર અને નીચે મોટા બેઝેલ્સ છે. તેના ફ્રંટમાં સિંગલ 5MP કેમેરા છે અને LED ફ્લેશની સાથે 5MP નો રિયર કેમેરો છે. 

  • આ UNISOC SC9863A ઓક્ટા-કોર ચિપસેટથી લેસ છે જેને 2GB રેમ અને 16GB eMMC 5.1 ઇન્ટરનલ સ્ટોરેજની સાથે જોડવામાં આવ્યો છે. તેમાં 128GB સુધી સ્ટોરેજ, જેને માઇક્રોએસડી કાર્ડથી વધારી શકાય છે. 

  • તેમાં 3,000mAh ની નોન-રિમૂવેબલ બેટરી છે. સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 પર ચાલે છે અને 4G કનેક્ટિવિટીની સાથે ડ્યુઅલ સીમ સપોર્ટ કરે છે. Nokia G10 ની જેમ, C01 Plus માં પણ ઓડિયો માટે 3.5mm નો હેડફોન જેક છે. ચાર્જિંગની વાત કરીએ તો આ માઇક્રો યૂએસબી પોર્ટની સાથે આવે છે. 

  • Nokia C01 Plus ની કિંમત 5,999 રૂપિયા છે અને તે પર્પલ અને બ્લૂ કલર વેરિએન્ટમાં આવે છે. તે વર્તમાનમાં ભારતમાં ઓફલાઇન અને ઓનલાઇન બંને માર્કેટમાં ઉપલબ્ધ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube